મોરબીમાં માતૃભાષામાં શિક્ષણ આપતું એકમાત્ર અત્યાધુનિક પ્લે હાઉસ એટલે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ

અત્યાધુનિક ગુજરાતી મીડીયમ રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ : આધુનિકતાની સાથે સંસ્કૃતિનું જતન કરવાની નેમ સાથે કાર્યરત રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં ગુજરાતી ઉપર વધુ ભાર મુકવાની સાથે અંગ્રેજી ભાષા પણ ખૂબ સારી રીતે શીખવવામાં આવે છે

રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલની સપ્તરંગી પદ્ધતિ અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયી : સ્કૂલના સુપ્રીમો નીરવ માનસેતા સાથે ‘મોરબી અપડેટ’ની ખાસ વાતચીત

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલા અત્યાધુનિક ગુજરાતી મીડીયમ રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. બાળકોને ભારતીય સંસ્કારોનું સિંચન કરવાની નેમ સાથે કાર્યરત રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં ગુજરાતી ઉપર વધુ ભાર મુકવાની સાથે અંગ્રેજી ભાષા પણ ખૂબ સારી રીતે શીખવવામાં આવે છે. વધુમાં આ પ્રી સ્કૂલ દ્વારા ટ્રેડમાર્ક પણ લેવામા આવ્યો છે. સૌપ્રથમ ગુજરાતી મીડિયમમાં પ્રિ સ્કૂલ શરૂ કરવાનું સાહસ કરનાર આ સ્કૂલની સપ્તરંગી પદ્ધતિ અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયી બની રહી છે.

રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલના સુપ્રીમો નીરવ માનસેતાએ ‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ સાતેક વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓએ આ દરમિયાન એક વાત ધ્યાનમા લીધી હતી કે અંગ્રેજીમાં તો ઘણા પ્લે હાઉસ હતા. પરંતુ ગુજરાતી માધ્યમમાં એક પણ પ્લે હાઉસ હતું નહીં. તેઓએ બે વર્ષ આ બાબતે રિસર્ચ કર્યું હતું. બાદમાં તેઓએ માતૃભાષાને ટકાવી રાખવા તેમજ ભારતીય સંસ્કૃતિનું બાળકોમાં સિંચન કરવાની નેમ સાથે ગુજરાતી માધ્યમા પ્લે હાઉસ શરૂ કરવાની સાહસ કર્યું હતું.

તેઓએ ઉમેર્યું કે એક તરફ ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વિશ્વ આખામાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છે. આવા સમયે અંગ્રેજી ભાષાને નકારી શકવાની ભૂલ ન કરવી જોઈએ. મતલબ કે અંગ્રેજી ભાષા બાળકોને આવડવી જ જોઈએ. હા, પરંતુ તેઓને ગુજરાતી સૌ પ્રથમ પાકા પાયે આવડવી જોઈએ. માટે અમારો કોન્સેપટ અંગ્રેજીથી બાળકોને દૂર રાખવાનો નથી. પરંતુ બાળકો એબીસીડી શીખે તે પહેલાં તેઓ કક્કો શીખે તેવું અમારૂ માનવું છે.

રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં મેઘધનુષની જેમ સર્વગ્રાહી પદ્ધતિથી બાળકોને જ્ઞાન પીરસવામાં આવે છે. મેઘધનુષ શબ્દ થોડો અઘરો લાગે તે માટે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ નામ આપવામાં આવ્યું છે. અમારું એક જ સૂત્ર છે. શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન. હકીકતમાં પ્રાચીન ભારતનું શિક્ષણ સર્વ શ્રેષ્ઠ છે. તેને કોઈ શિક્ષણ પદ્ધતિ પહોંચી શકે તેમ નથી. હાલના સમયમાં આ શિક્ષણ જરૂરી છે. નહિતર આવનાર સમયમાં દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ ભૂલી જશે. આધુનિકતાની સાથે સંસ્કૃતિનું જતન થવું જ જોઈએ.એવુ મારું માનવું છે.

નીરવ માનસેતાએ વધુમાં ઉમેર્યું કે ઘણા વાલીઓ મુંઝવણમા હોય છે કે તેઓ પોતાના સંતાનને ગુજરાતી માધ્યમમા ભણાવે કે અંગ્રેજી માધ્યમમાં. આટલું વિચારવું પડે છે તે આપણી કમનસીબી છે. વિશ્વના તમામ દેશો પોતાની માતૃભાષાને જીવંત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે આપણે પણ એ તકેદારી રાખવી જોઈએ. વધુમાં આજે વિશ્વની સાથે ચાલવા માટે અંગ્રેજી ભાષા પણ જરૂરી છે. માટે અંગ્રેજી પણ શીખવું જ જોઈએ. અંગ્રેજી શીખવી ખૂબ સરળ છે. જ્યારે ગુજરાતી શીખવું ખૂબ કપરું છે. હાલના સમયમાં પ્રિ સ્કૂલમા આવતા વિદ્યાર્થીઓ અંગ્રેજી તો ઘરેથી જ શીખીને આવતા હોય છે. જ્યારે કક્કો તેમને અહીં શીખવવો પડે છે.

વધુમાં કહ્યું કે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં ભારતીયતાને જાળવી રાખવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં બાળકોના જન્મદિવસની ઉજવણીમા કેક કટીંગ કરવાને બદલે તેમના વાલીને બોલાવીને યજ્ઞ કરવામાં આવે છે. સાથે બાળકોને દરરોજ તિલક કરવાનું, હાઈ- હેલ્લોની બદલે જય શ્રી કૃષ્ણ અથવા અન્ય દેવી દેવતાના નામ બોલવા, ઘરેથી નીકળે ત્યારે માતા પિતાના આશીર્વાદ લેવાના સંસ્કારો આપવામાં આવે છે. ઉપરાંત નાતાલને બદલે તુલસી દિવસ ઉજવવામાં આવે છે. આમ અહીં ભારતીય સંસ્કારોનું સીંચન કરવામાં આવે છે.

નીરવ માનસેતાએ ઉમેર્યું કે બાળકો આપણી પરંપરાને ભૂલે નહિ તેવી પ્રવૃત્તિ અહીં કરાવવામાં આવે છે. રેરેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ ટ્રેડમાર્કથી સુરક્ષિત બની છે. અહીં નર્સરી, એલકેજી, યુકેજીના કોર્ષ કરાવવામાં આવે છે. અહીં 2.5 થી 3.5 વર્ષના બાળકોને નર્સરીમાં કવિતા, ઓરલ વર્ક તેમજ રમત ગમતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જ્યારે એલકેજી અને યુકેજીના કોર્ષમાં સપ્તરંગી પદ્ધતિથી બાળકોને ભણાવવામાં આવે છે.

નીરવ માનસેતાએ કહ્યું કે તેઓની રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ મોરબી શહેરની મધ્યમાં આવેલ છે. શનાળા રોડ પર કન્યા છાત્રાલય રોડ ઉપર પ્રિયા બેકરીની સામે ફર્સ્ટ ફ્લોર ખાતે આવેલ છે. પ્રિ સ્કૂલ 1200 થી 1400 કાર્પેટ એરિયા જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે. અહીંનું કેમ્પસ સંપૂર્ણ હવા ઉજાશ વાળું છે. અહીં દરરોજ ઓમકાર મંત્રથી બાળકોનો દિવસ શરૂ થાય છે. બાદમાં બાળકોને થોડી વાર માટે સૂર્યપ્રકાશ પણ આપવામાં આવે છે.

રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ અત્યાધુનિક ગુજરાતી પ્લે હાઉસ છે. હાલ પ્રિ સ્કૂલે સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. પ્રથમ વર્ષે પ્રિ સ્કૂલમાં 50 બાળકો જોડાયા હતા. અમને આનંદ છે કે આ બાળકોના જીવન ઘડતરમાં અમે યોગદાન આપ્યું છે. વધુમાં નવા સત્ર માટે તમામ વાલીઓને ખાસ અનુરોધ છે કે તેઓ એડમિશન લ્યે કે ન લ્યે પણ તેઓએ એક વખત અમારી પ્રિ સ્કૂલની અચૂકપણે મુલાકાત લેવી જોઈએ.

તેઓએ ઉમેર્યુ કે હાલના સમયમાં શિક્ષણ જગત માટે મોટી પડકાર બાળકોની સુરક્ષા છે. અમે બાળકોની સુરક્ષા ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે. અહીંના વાલીઓને સેફટી કાર્ડ આપવામાં આવ્યા છે. જે કોઈ અન્ય વ્યક્તિ સેફટીકાર્ડ લઈને બાળકને લેવા આવે ત્યારે તેમના વાલીને ફોન કરીને કનફોર્મ થયા બાદ જ બાળકને સોંપવામાં આવે છે. ઉપરાંત આખું કેમ્પસ 10 સીસીટીવી કેમેરાથી સજ્જ છે. બાળકોની દરેક એક્ટિવિટી ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવતું હોય છે. વધુમા અહીંનો સ્ટાફ પણ હાઈ ક્વોલિફાઈડ રાખવામાં આવ્યો છે.

રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલની ફ્રેન્ચાઇઝી માટે ઘણી પૂછપરછ આવી રહી છે. અમેં ક્વોન્ટીટી કરતા ક્વોલિટી ઉપર વધુ ભાર મૂકીએ છીએ. હાલ તો મેઈન બ્રાન્ચ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં અલગ અલગ બ્રાન્ચ શરૂ કરાશે તેમજ ફ્રેન્ચાઇઝી પણ આપવામા આવશે.

અંતમાં નીરવ માનસેતાએ કહ્યું કે ઘણા વાલીઓને એક પ્રશ્ન રહેતો હોય છે કે પહેલા બાળક ગુજરાતી માધ્યમ ભણે બાદમાં તે અંગ્રેજી માધ્યમમાં ભણવા માટે કેપેબલ હોતો નથી.જો કે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલમાં જે બાળકે ગુજરાતીમાં માધ્યમમા અભ્યાસ કરેલો હોય તે આગળ જતા ધો.1મા અંગ્રેજી માધ્યમમાં સરળતાથી ભણી શકે છે. અહીં અંગ્રેજી ખુબ સારી રીતે શીખવવામાં આવે જ છે. પરંતુ ગુજરાતી ઉપર પ્રથમ ભાર મુકાઈ છે. જેથી રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલને સેમી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ પણ કહી શકાય છે.

એડમીશન અને વધુ માહિતી માટે સંપર્ક કરો : નીરવ માનસેતા – 8320577159

શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાનના સૂત્રને સાર્થક કરતું મોરબીનું માતૃભાષામાં શિક્ષણ આપતું અત્યાધુનિક પ્લે હાઉસ એટલે રેઈન્બો વર્લ્ડ પ્રિ-સ્કૂલ, જુઓ વિશેષ ઇન્ટરવ્યૂ…