મોરબી : ૧૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતું નવયુગ શૈક્ષણિક સંકુલ(વિરપર)

પ્રાથમીકથી લઈ 12 ધોરણ સુધી અને બી.એડ, બી.એસ.સી અને એલ.એલ.બી. જેવી વિદ્યા શાખામાં ઉચ્ચ શિક્ષણ આપતું વિશાલ સંકુલ

મોરબી : ઉદ્યોગની સાથો સાથ મોરબી શહેર શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. મોરબી જિલ્લો બન્યો એ પહેલાંના દાયકાઓ સુધી મોરબીમાં શિક્ષણ ક્ષેત્રનો બહુ વિકાસ થયો ન હતો. ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવા મોરબીથી વિદ્યાર્થીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ જેવા શહેરોમાં અભ્યાસર્થે જવું પડતું હતું. પણ પાછલા દોઢ બે દાયકામાં મોરબીએ શિક્ષણ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. ત્યારે 2006ની સાલમાં વિરપર પાસે શરૂ થયેલા નવયુગ શૈક્ષણિક સંકુલ નામનું વિદ્યા સંકુલ આજે એની સ્થાપનાના 13 વર્ષ પુરા કરી ચૌદમાં વરસમાં પ્રવેશ કરી રહ્યું છે.

સન 2004માં પી.ડી.કાંજીયાના મનમાં સર્વસંપન્ન શિક્ષણિક વિદ્યા સંકુલના બીજ રોપાયા હતા. બે વરસની તૈયારી અને મનોમંથન બાદ એમના પત્ની રંજનબેનના સાથ સરકાર અને પીઠબળથી સન 2006ની 19મી જૂનના દિવસે પ્રાથમિક શિક્ષણ આપવાની શરૂઆત સાથે નવયુગ શૈક્ષણિક સંકુલ (વિરપર)ની સ્થાપના થઇ. સમય જતાં 2006માં વાવેલું વિદ્યાબીજ આજે ઘટાદાર વિદ્યા વૃક્ષ બનીને વિસ્તરી ગયું છે, વિસ્તરી રહ્યું છે.

નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી કાંજીયાની માવજત, પી.જી કાંજીયાની દીર્ઘદ્રષ્ટિ સાથે આ વિદ્યાસંકુલમાં હાલ કે.જીથી લઈને 12 ધોરણ સુધીના રેગ્યુલર અભ્યાસક્રમો ઉપરાંત બી.એડ, બી.એસ.સી, એલ.એલ.બી જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. મોરબીવાસીઓના હૃદયમાં સ્થાન મેળવી ચુકેલી સંસ્થાના પાયામાં સંસ્થાના પ્રમુખની પ્રેરણા, અનુભવી શિક્ષકોની મહેનત, વાલીઓનો વિશ્વાસ, વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખાસ રહ્યો છે.

ઉપરોક્ત અભ્યાસક્રમો ઉપરાંત વિવિધ વિષયોના ઊંડાણપૂર્વકના માર્ગદર્શન માટે સંકુલમાં ટ્યુશન કલાસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં કારકિર્દીલક્ષી શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવે છે. જેમ કે ફેશન ડિઝાઇનિંગ, સી.એ, સી.એસ, jee/Neet, Gpsc અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઈંગ્લીશ સ્પોકનના વર્ગો, એકાઉટિંગ સહિત ઈમ્પોર્ટ એક્સપોર્ટ સહિતના કોચિંગ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne