મોરબીની મહિલા દૂધ મંડળીએ દૂધની ખરીદી માટે કિલોફેટ દીઠ રૂ.680નો ભાવ જાહેર કર્યો

મોરબી : મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરીએ ગાય અને ભેંસની દૂધની પશુપાલકો પાસેથી કરાતી ખરીદીમાં કામ ચલાઉ રીતે કિલોફેટ દીઠ રૂ 680નું ભાવ બંધણુ જાહેર કર્યું છે. જેમાં પ્રતિ કિલોફેટે રૂ.5નું કમિશન મંડળીને કામચલાઉ રીતે અલગથી ચૂકવવાનું ઠેરવાયું છે.

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક મંડળી સંચાલિત મયુર ડેરીએ દૂધની ખરીદીનું ભાવ પત્રક જાહેર કર્યું છે. જેમાં પશુપાલકો પાસેથી ગાય અને ભેંસના દૂધની કરાતી ખરીદીમાં કિલોફેટ દીઠ દુધના ભાવ રૂ.680 આપવાનું નક્કી કરાયું છે અને આ દૂધની ખરીદી માટે પશુપલકોને અલગથી રૂ 5નું કમિશન મંડળીને ચૂકવવાનું રહેશે. આ ભાવ કામચલાઉ હોવાનું નક્કી કરાયું છે. 21 જુનથી આ કામચલાઉ ભાવ અમલી બનાવનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે મંડળીને દૂધમાં જે નફો થાય, તેને ધ્યાનમાં લઈને વર્ષના અંતે દૂધના ભાવમાં વધ ઘટ જાહેર કરાશે. મંડળીએ મોકલાવેલું દૂધ સંઘમાં કોઈ કારણોસર વપરાશ માટે હાનિકારક જણાશે તો સંઘમાં એ દૂધ સ્વીકારાશે નહિ અને તે દૂધની મંડળીઓને અગાઉથી જાણ કર્યા વગર દૂધનો નાશ કરી દેશે, તો સંઘમાંથી તે મંડળીને દૂધ પેટે કોઈ કિંમત ચૂકવશે નહિ અને આવા દૂધની લેબોરેટરીને સંઘ માન્ય રાખશે. ભેંસ અને ગાયના દૂધમાં નિયમ મુજબ ગુણવત્તા રાખવા અને દુધના ફેટમાં પણ નિયમોને અનુસરવા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેને પશુપાલકોને અપીલ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne