મોરબીમાં આર. ટી.ઓની તવાઈ યથાવત : નિયમોનો ઉલાળીયો કરતી 7 સ્કૂલ બસને દંડ

- text


આર.ટી.ઓના અધિકારીઓએ દંડ ફટકારવાની સાથે ફાયર સેફટી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીમાં આર.ટી.ઓની આજે પણ તવાઈ ચાલુ રહી હતી. આર.ટી.ઓ. વિભાગે આજે બસનું ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં નિયમોનો ઉલાળીયો કરતી 7 સ્કૂલ બસને દંડ ફટકાર્યો હતો.જોકે આર.ટી.ઓ.ના અધિકારીઓએ દંડ ફટકારવાની સાથે બસ ચાલકોને આગ લાગે ત્યારે કેવી કાળજી રાખવી અને વિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સેફટીના સાધનો રાખવા સહિતની વિસ્તૃત જાણકારી આપી હતી.

- text

મોરબીમાં ત્રણ દિવસ પહેલા એક સ્કૂલ વાનમાં આગની દુર્ઘટના બની હતી.જોકે તેમાં બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો હતો.પરંતુ આ ઘટના બાદ આર.ટી.ઓ.તંત્ર હરકતમાં આવ્યું હતું અને નિયમો નેવે મુકતી સ્કૂલ વાન સામે તવાઈ ઉતારી હતી.જોકે આર. ટી.ઓ.ની કાર્યવાહીથી ફફડી ઉઠેલા સ્કૂલ વાહનોના ચાલકોએ ગઈકાલે બંધ પાડતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી પડી હતી.જોકે આજે પણ આર.ટી.ઓ.ની કાર્યવાહી ચાલુ રહી હતી. આજે આર.ટી.ઓ.એ ખાનગી સ્કૂલ બસ સામે તવાઈ ઉતારી હતી.જેમાં પીપળીયા ચાર રસ્તા પાસે આર.ટી.ઓ તંત્ર દ્વારા ખાનગી સ્કૂલ બસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ઇમર્જન્સી એક્ઝિટ ડોર ન હોય તથા ફાયર સેફટીનો અભાવ,વીમો પોલિસી પુરી થઈ ગઈ હોય, સહિતના કારણોસર 7 બસને દંડ ફટકાર્યો હતો.તેમજ બસ ચાલકોને આગ લાગે ત્યારે કેવી કાળજી લેવી, ફાયર સેફટીના સાધનો રાખવા સહિતની જાણકારી આપી હતી. તેવું એ.આર.ટી.ઓ.જે.કે. કાપટેલે જણાવ્યું હતું.તેમજ અત્યાર સુધીમાં રૂ 20 હજારનો દંડ ફટકાર્યો હોવાનું ઉમેર્યું હતું.

- text