મોરબી રેડિયોમાં આજે સાંભળો યુ ટ્યુબર કમલેશ મોદીને

- text


ફૂડીસ ચેનલના કમલેશ મોદી સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં યુ ટ્યુબર કમલેશ મોદી સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવમાં આવશે.

- text

આજે આ શોમાં યુ ટ્યુબર કમલેશભાઈ મોદી મહેમાન બનવાના છે. કમલેશભાઈ મોદી યુ ટ્યુબ પર ફૂડીસ નામની ચેનલ ચલાવે છે. આ ચેનલમાં તેઓ અલગ અલગ શહેરોમાં તે શહેરની કોઈ ખાસ વાનગી વિશેનો વિડીયો બનાવીને તથા એ વાનગી વિશે લોકોને માહિતી આપે છે. હાલમાં તેમની યુ ટ્યુબ ચેનલ એક લાખથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે અને તેમની આ ચેનલ ફૂડીસ નંબર વન ગુજરાતી ફૂડ ચેનલ બની ગઈ છે. તો આજે તેમના આ કાર્ય વિશે કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text