મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી તાકીદે યોજવાની માંગ

- text


સરકારી કાર્યક્રમો પૂર્ણ થયે તુરંત જ ચૂંટણી યોજવામાં આવશે : પ્રમુખ

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘની ચુંટણીમા વિલંબ થતા શિક્ષકો અને પ્રતિનીધીઓ દ્વારા તાત્કાલિક ચૂંટણી યોજવા હોદેદારોને રજુઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના 23 જેટલા પ્રતિનિધિઓ અને શિક્ષકો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવા અંગે રજુઆત કરવામા આવી હતી. જેના અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ સરડવાએ કહ્યું કે વાયુ વાવાઝોડાની અસર પૂર્ણ થઈ ત્યાં યોગ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો શરૂ થયા છે. આ તમામ સરકારી કાર્યક્રમો પૂર્ણ થયે તુરંત જ ચૂંટણી યોજવામાં આવનાર છે.

- text

 

- text