મોરબીમાં કેનાલ રોડ પર પાણી માટે ખોદેલા ખાડામાં ભેંસ ખાબકી

- text


ભેંસના માલિક સહિતના લોકોએ ખાડામાં પડેલી ભેંસને બચાવી લીધી

મોરબી : મોરબીના રવાપર કેનાલ રોડના વિસ્તારમાં પાણીની લાઇન માટે ખોદેલા ખાડામાં આજે એક ભેંસ ખાબકી હતી. બાદમાં ભેંસના માલિક સહિતના લોકોએ ખાડામાં પડેલી ભેંસને હેમખેમ બહાર કાઢીને બચાવી લીધી હતી.

- text

મોરબીના રવાપર કેનાલ રોડ પર આવેલ ગજાનંદ પાર્ક પાસે એક ખાડામાં આજે એક ભેંસ પડી ગઈ હતી. આ બાબતે જાગૃત નાગરિક પ્રકાશભાઈ સરવાડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીનો વાલ્વ ખરાબ થઈ જતા પાણીની લાઈનની મરમત માટે બે દિવસ પહેલા સ્થાનિકોએ ખાડો ખોદયો હતો. જોકે હજુ પાણીની લાઈનનું કામ ચાલુ છે એટલે ખાડો જેમની તેમ જ છે. ત્યારે આજે એક માલધારીની ભેંસ પસાર થઈ રહી હતી ત્યારે આ ખાડામાં અકસ્માતે પડી ગઈ હતી. આ બાબતની જાણ થતાં ભેંસના મલિક સહિતના લોકોએ આકરી જહેમત ઉઠાવીને ખાડામાંથી ભેંસને બહાર કાઢીને બચાવી લીધી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text