ચાઇનામાં એક વેપારી કારણે મોરબીના ઉદ્યોગકારોને મળે છે ઘર જેવું જ ભોજન

એક્ઝિબિશનમાં દર વર્ષ ગાંધીધામના યુવા ઉદ્યોગપતિ મોરબી સહિતનાના ભારતીય ઉદ્યોગકારોને જમાડે છે ગુજરાતી ભોજન

મોરબી : હાલમાં ચાઈનાના ગોન્ગાજાઓ ખાતે ચાલતા સીરામીક એક્ઝિબિશનમાં ગાંધીધામના વેલોસીટી ગ્લોબલ લોજિસ્ટિક પ્રા.લિ.(યુનિક ફોરવર્ડ ગ્રુપ) દ્વારા તેમના સ્ટોલમાં દરેક ભારતીયને ફ્રી સાત્વિક ગુજરાતી ભોજન આપવામાં આવે છે.

હાલમાં ચાઈનાના ગોન્ગાજાઓમાં સીરામીક એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આ એક્ઝિબિશનમાં મોરબીની ઘણી સીરામીક કંપનીઓએ ભાગ લીધો છે. આ ઉદ્યોગકારોને ચાઈનામાં પણ ઘર જેવું સાત્વિક ભોજન મળી રહે તેવા હેતુથી ગાંધીધામ(કચ્છ)ના વેલોસીટી ગ્લોબલ લોજિસ્ટિક પ્રા.લિ.ના પ્રવીણભાઈ નાગડા દ્વારા દરેક ભારતીયને સાત્વિક ગુજરાતી ભોજન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે, કે ગાંધીધામમાં તેમનો પોતાનો કન્ટેનર લોડિંગનો વ્યાપાર છે અને તેઓ દર વર્ષે આ એક્ઝિબિશનમાં દરેક ભારતીયને સાત્વિક ભોજન ફ્રીમાં પૂરું પાડે છે. પ્રવીણભાઈ નાગડા પોતે બધાને જે રીતે પીરસીને જમાડે છે, તેનાથી મોરબીના દરેક ઉદ્યોગકારને ઘર જેવો અનુભવ થાય છે. આ રીતે પોતાના દેશવાસીઓને જમાડીને વેલોસીટી લોજિસ્ટિક પ્રા.લિ.ના પ્રવિણભાઈએ દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ દર વર્ષે આ રીતે સેવા આપે છે, આથી મોરબીના સીરામીક એસોસિએશન દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne