મોરબીના ગાળા ગામને જોડતો માર્ગ ખખડધજ : ગામલોકો પરેશાન

- text


સામાન્ય વરસાદમાં રોડ પર ગારા કીચડ થવાથી ગામલોકોને પડતી હાલાકી

મોરબી : મોરબીના ગાળા ગામના પાટિયાથી રોડ ખખડધજ હાલતમાં છે.જ્યારે સામાન્ય વરસાદમાં આ રોડ પર ગારા કિચડનું સામ્રાજ્ય છવાઈ જતા ગામલોકીને અવર જવર કરવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસમાર હાલતમાં છે.ગાડા માર્ગને પણ સારો કહેવડાવે તેવી આ રોડની ખરાબ દુર્દશા થઈ ગઈ છે.ત્યારે સામાન્ય વરસાદમાં રોડના વધુ બુરા હાલ થયા છે.સામાન્ય વરસાદને કારણે આ ગાળા ગામનો માર્ગ બદતર બની ગયો છે અને રોડ પર રબડીરાજ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.લોકોને રોડ પર છવાયેલી રબડી ખુંદી ખુંદીને પસાર થવામાં અનેક કઠણાઈનો સામનો કરવો પડે છે અને રબડીને કારણે વાહન તો ચાલી શકે તેમ જ નથી.તેથી જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામલોકોએ માગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text