વાંકાનેરમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની પતિએ જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ

- text


ઢુંવા પાસે બંધ સીરામીક કારખાનામાં પરણીતાની થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો : શેઠે પત્નીને રૂ.2 હજાર આપતા પતિની કમાન છટકી હતી અને પત્નીની હત્યા કરી નાખી હતી

વાંકાનેર : વાંકાનેર નજીક ઢુંવા ચોકડીએ આવેલ બંધ સીરામીક કારખાનામાં થોડા દિવસો પહેલા પરણીતાંની થયેલી હત્યાનો ભેદ વાંકાનેર તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો હતો.પોલીસની તપાસમાં પતિ જ હત્યારો નીકળ્યો હતો.શેઠે તેની પત્નીને રૂ.2 હજાર આપતા ચારિત્ર્યની શંકા કરીને પતિએ તેની હત્યા કરી નાખી હતી.પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલ અને બધ હાલતમાં રહેલા સૂર્યા સીરામીક કારખનાની ઓરડીમાંથી મૂળ મધ્યપ્રદેશના વતની લક્ષમીબેન ઉફે રીંકુ પીરુલાલ ઉર્ફે રાહુલ બલાઈ ઉ.વ.25 નામની પરણીતાંની ગતતા.7 જૂને શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.આથી પોલીસે આ બનાવનું સાચું કારણ જાણવા લાશનું પીએમ કરાવતા પરણીતાંનું ગળું દાબીને હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જોકે પોલીસની પ્રથમ નજરે જ મૃતકનો પતિ પીરુવાલ ઉફે રાહુલ ગબ્બાલાલ બલાઈ શંકાના દાયરામાં હતો.ત્યારે આ બાબતે સઘન તપાસ માટે વાંકાનેર તાલુકા પી.એસ.આઇ ગોહિલ સહિતના સ્ટાફે કારખાનાના અન્ય મજૂરો અને શેઠની પૂછપરછ કરતા પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કર્યાનું ખુલ્યું હતું.જેમાં શેઠે મૃતક પરણીતાંને રૂ.2 હજાર આપ્યા હતા.આથી પત્ની પર શંકા રાખીને શેઠની હાજરીમાં પતિએ આ બાબતે ઝઘડો કર્યો હતો.ત્યારબાદ પોતાની ઓરડીએ જઈને પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.જોકે બનાવના દિવસે જ પતિએ હત્યા કરી નાખ્યા બાદ પત્નીને કાંઈક થઈ ગયું હોવાથી બેભાન થઈ ગયાની શેઠને જાણ કરી હતી.પરંતુ પોલીસની તપાસમાં પતિ જ હત્યારો હોવાનું ખુલતા પોલીસે હત્યારા પતિને ઝડપી લઈને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text