માળીયામાં ભૂગર્ભ ગટરના કામો નબળા થયાનો આક્ષેપ

- text


માળીયા પાલિકાના કાઉન્સીલરે પાણી પુરવઠા તંત્રને રજુઆત કરી ભૂગર્ભના કામોની યોગ્ય તપાસ કરવાની માંગ કરી

મોરબી : માળીયા મિયાણામાં ભૂગર્ભ ગટરના કામો નબળા થયા હોવાની અને આ કામોમાં ગેરરીતિ થયાની ફરિયાદ ઉઠી છે.આ ફરિયાદ સાથે માળીયા પાલિકાના કાઉન્સીલરે પાણી પુરવઠા તંત્રને રજુઆત કરીને ભૂગર્ભ ગટરના કામોની યોગ્ય તપાસ કરીને જવાબદાર કોન્ટ્રકટર સામે પગલાં લેવાની મંગ કરી છે.

- text

મોરબી જિલ્લા આયોજન સમિતિના સદસ્ય અને માળીયા નગરપાલિકાના કાઉન્સીલર આમીનભાઈ ભટ્ટીએ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી હતી કે, માળીયા શહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવ્યા હતા.પણ દેખીતી જ નજરે આ ભૂગર્ભ ગટરના કામો નબળા થયા હોવાનું જણાય આવે છે.કારણકે, વર્ષ 2014માં શરૂ થયેલા માળિયામાં ભૂગર્ભ ગટરના કામો હજુ સુધી પૂર્ણ થયા નથી, આ કામો નિયત સમય મર્યાદા કેમ પૂર્ણ થયા નથી કેમ આટલો વિલંબ થાય છે? આ ભૂગર્ભ ગટરના કામોમાં ગેરરીતિ થયાની બાબત આખે ઉડીને વળગે છે.ભૂગર્ભ ગટરના કામોમાં જે ડિઝાઇનના નકશા બનાવવામાં આવ્યા હતા.તે મુજબનું કામ થયું નથી.આથી નિયમ મુજબ કામ થયું ન હોવાથી આ કામોની તપાસ તેમની હાજરીમાં કરીને જવાબદાર કોન્ટ્રકટર સામે પગલાં લેવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text