મોરબીના શાક માર્કેટ પાછળ સામાન્ય વરસાદમાં પણ ગંદા પાણી ભરાયા

- text


વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી ગટરનું દૂષિત પાણી ફરી ઉભરાતા ગંદકીએ માજા મૂકી : તંત્રની નિભરતાંથી લોકોમાં રોષ

મોરબી : મોરબીના શાક માર્કેટ પાછળના વિસ્તારમાં વર્ષોથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે.ત્યારે આજે સામાન્ય વરસાદ પડતાની સાથે જ શાક માર્કેટમાં ગંદા પાણીની રેલમ છેલમ થઈ હતી.જેમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગટરનું પાણી છલકાઈને બહાર આવતા શાક માર્કેટની નર્કથી પણ બદતર હાલત થઈ છે.

- text

મોરબીનું શાક માર્કેટ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાવવાને કારણે ગંદકીનું કાયમ કેન્દ્રબિંદુ રહ્યું છે.જેમાં વારંવાર શાક માર્કેટમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઓવરફ્લો થાય છે.તેથી વેપારીઓ અને શાકભાજી લેવા આવતા લોકોને કાયમ પરેશાની ભોગવવી પડે છે.અનેક રજુઆત છતાં આ ગટરના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવ્યું નથી.ત્યારે ગતરાત્રે મોરબીમાં પડેલા માત્ર સામાન્ય વરસાદથી શાક માર્કર્ટમાં પાણી પાણી થઈ ગયું હતું.શાક માર્કેટમાં માત્ર થોડાક વરસાદથી પાણી ભરાયા હતા.હકીકતમાં આ સ્થિતિ સર્જાવા પાછળનું કારણ એ છે કે ,શાક માર્કેટમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વયસ્થા જ નથી.એથી થોડાક વરસાદમાં પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા અને ભૂગર્ભ ગટરમાંથી પાણી પાછું ઠેલાઈને ગંદુ પાણી ઉભરાતું હોવાથી શાક માર્કેટની સ્થતી બદતર બની જાય છે.આજે સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વેપારીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.આવી બદતર સ્થિતિ હોવા છતાં નિભર તંત્રના પેટનું પાણી ન હલતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text