વાંકાનેરના ઢુવામાં 14 વર્ષની કુમળી સગીરવયની બાળા પર બળાત્કાર : આરોપી ફરાર

- text


વાંકાનેર શહેર માં વાયુ વાવાઝોડાથી બચવા મકાનમાં આશરો લેનાર સગીરા પર થયેલ બળાત્કારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વાંકાનેરના ઢુવામાં એક સગીરા પર બળાત્કારનો કેસ નોંધાયેલ છે. વાંકાનેર પંથકમાં મજુરી કામ અર્થે આવતાં પરપ્રાંતીઓમાં જાણે કાયદાનો કોઇ ડર જ ન હોય તેમ અહીં ગુના આચરી પોતાના વતનમાં જતાં રહે છે હવે સમય રહેતાં પરપ્રાંતીઓ પર પોલીસના કાયદાનો દંડો બતાડવાનો સમયની માંગ છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકે ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપી અજય ગીધારભાઈ બારીક રહે સેનીટેક સેનિટરીવેસ કારખાનાની લેબર કોલોની મૂળ ઓડિશા વિરુદ્ધ આઈપીસી 376(3), 328, પોસ્કો કલમ 4 હેઠળ ફરિયાદ નોંધાવેલ છે.

- text

બનાવની વિગત મુજબ ફરિયાદી મૂળ યુપીના રહેવાસી છે અને મજુરી કામ અર્થે વાંકાનેરના ઢુવામાં છેલ્લા સાત મહિનાથી રહે છે. પરિવારમાં તેમના પત્ની અને છ સંતાનો છે જેમાં ભોગ બનનાર બાળકીની ઉંમર 14 વર્ષ છે અને તે ધોરણ ૯ માં અભ્યાસ કરે છે ગઈ કાલ બપોરના બાળક વાગ્યે જમીને ફરિયાદી તેમજ તેમના પત્ની તથા પરિવાર કારખાનાના શેડમાં કામ અર્થે ગયેલ હતા અને બપોરે ત્રણ વાગ્યે ભોગ બનનાર સગીરાએ કહેલ કે મને ભૂખ લાગી છે હું રૂમ પર દૂધ પીવા જાઉં છું તેમ કહી તે રૂમ પર ગયેલ અને સાડા ત્રણ વાગવા છતાં તે પરત નહીં આવતાં ફરિયાદીના પત્ની સગીરાને બોલાવવા જતા તે રૂમ પર મળેલ નહીં અને આજુબાજુ તપાસ કરતાં ક્યાંય જોવા મળેલ નહીં જેથી ફરિયાદીએ તેમના શેઠને જાણ કરતાં લેબર કોલોનીના બધા રૂમ ચેક કરતાં સગીરા આરોપી અજયના રૂમમાં સૂતેલ જોવાં મળતાં ફરિયાદીએ તેને બોલાવતા તે હોશમાં ન હોય અને તેના વાળ વિખરાયેલા હોય તેમજ તેના કપડાં અસ્ત-વ્યસ્ત હતાં જેથી બાદમાં ફરિયાદીએ તેમની દીકરીને પૂછતાં તેને કહેલ કે હું દૂધ પીને રૂમમાંથી કારખાને આવતી હતી ત્યારે આરોપી અજયના રૂમ પાસે પહોંચતાં તેણે મારો હાથ પકડી મને બળજબરીથી તેના રૂમમાં લઇ ગયેલ અને મને બળજબરીથી કોઈ ગોળી ખવડાવી મારી સાથે બળાત્કાર કરેલ છે તેવી વાત કરતાં બધા લોકોએ અજયને કારખાનામાં ગોતતા ક્યાંય મળેલ નહીં બાદ ફરિયાદીએ વાંકાનેર સરકારી દવાખાને સગીરાની સારવાર માટે લઇ આવેલ અને તેની સારવાર હાલ ચાલુ છે આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઇ એસ. એ. ગોહિલ ચલાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text