લૂંટના આરોપીને ખુલ્લી છરી સાથે ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરાત્રીના ફરિયાદી મયુરભાઈ પ્રેમજીભાઈ ડાભી (ઉ.વ. ૨૨) ધંધો ડ્રાઇવિંગ, રહે. ઢેઢુકી, જી. સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ કે તા. ૧૬/૦૬/૧૯ના રાત્રિના બે કલાકે ફરિયાદીના હવાલા વાળા ડમ્પરમાં ગારીડા ગામેથી માટી ભરી મોરબી ખાલી કરવા જતાં હતાં ત્યારે કેરાળાના પાટીયે આવેલ ભરવાડની હોટલમાં ચા-પાણી પીવા ઊભા રહેલ અને ચા પાણી પી રવાના થતાં અંદાજીત ૨૦૦ મીટર આગળ જતાં આરોપીએ ઓટો રિક્ષા રોંગ સાઈડમાં ફરિયાદીના ડમ્પર સામે આવવાં દીધેલ અને રીક્ષાનો ડ્રાઇવર ડમ્પર ઉપર કેબિનમાં ચડી ગયેલ અને ઢીકા મારવાં લાગેલ તેમજ આરોપીએ તેના નેફામાંથી છરી કાઢી જે પૈસા હોય તે આપી દે તેમ કહી ગાળો આપેલ. હાથમાં પહેરેલ રાડો ઘડીયાર કિંમત બે હજાર અને શર્ટના ખિસ્સામાં રાખેલ રૂપિયા એક હજારની લૂંટ કરી ભાગી ગયેલ. આ દરમિયાન ફરિયાદીએ રિક્ષાના અને આરોપીના ફોટા તેના મોબાઇલમાં પાડેલ હોય હોટેલ પર બતાવતાં ત્યાં રહેલ સ્થાનિક લોકોએ આરોપી આમદ આદમ કટિયા, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર રહેતો હોવાનું જાણવા મળેલ. જે મુજબની ફરિયાદ મળતાં વાંકાનેર સીટી પોલીસે આઈપીસી ૩૯૪, ૩૨૩, ૫૦૪ જીપીએકટ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરેલ.

- text

ઉપરોક્ત લૂંટનાં બનાવની જાણ થતાં તાત્કાલિક વાંકાનેર સી.ટી પી.આઇ. એમ.વી. ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલ જેમાં વહેલી સવારે આરોપીનું પગેરું દબાવતાં દબાવતાં આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળેલ પરંતુ આરોપી ઝનુની સ્વભાવનો હોય અને અગાઉ પણ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનના અને શરીર સંબંધના ગુના નોંધાયેલા હોય આરોપી પાસે રહેલ ખુલ્લી છરી બતાવી પોલીસની સામે પડકાર ફેંકેલ પરંતુ વાંકાનેર સી.ટી પી.આઇ. એમ.વી. ઝાલાની આગવી સુજબૂઝ, પોલીસ ડિપાર્ટમેન્ટનો બહોળો અનુભવ અને હિંમત બતાવી આરોપીનો સામનો કરી આરોપીના કબજામાં રહેલ ખુલ્લી છરી કબજે લઇ આરોપીને પકડી પાડ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા રાત્રે ૨:૩૦ વાગ્યે બનેલ લૂંટના બનાવના આરોપીને તાત્કાલિક ઝડપી પાડી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને આગળની કાર્યવાહી માટે લોકઅપમાં લીધો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text