મોરબી : કોલેજના પહેલા દિવસે ફર્સ્ટ ડે ઓફ માય કોલેજ લાઈફ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો

મોરબી : મોરબીની અગ્રણી કોમર્સ તરીકે નામના ધરાવતી પી.જી. પટેલ કોલેજમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે કોલેજનો પ્રથમ દિવસ યાદગાર બની રહે, તે માટે કોલેજમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીની ખ્યાતનામ પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે સ્વાગત પ્રવચન દ્વારા તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક જિનદાસ ગાંધી અને અનિલભાઈ કંસારાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ‘ફર્સ્ટ ડે ઓફ માય કોલેજ લાઈફ’ શીર્ષક હેઠળ એક સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સેલ્ફીઓ લીધી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne