મોરબી : બી.એ.પી.એસ. મંદિર શિલાન્યાસ મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન

- text


રક્તદાન કેમ્પમાં લગભગ 190 જેટલા લોકો દ્વારા રક્તદાન કરાયું : સંતો દ્વારા વિવિધ વિષયો પર પ્રવચન તથા યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા

મોરબી : મોરબી બી.એ.પી.એસ. મંદિર શિલાન્યાસ સમારોહમાં છેલ્લા 6 દિવસથી વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. ગઈકાલે અંતિમ દિવસની ઉજવણી ‘કરીએ મંદિર ઉમંગાએ શીર્ષક હેઠળ મહંતસ્વામી મહારાજના સાન્નિધ્યમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં યુવકોએ નૃત્યનાટિકા પ્રસ્તુત કરી હતી અને સંતો દ્વારા પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રક્તદાન યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો.

મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર શિલાન્યાસ પ્રસંગે ગઈકાલ તારીખ 16ના રોજ અંતિમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુવકો દ્વારા નૃત્યનાટિકા ભજવવામાં આવી હતી અને સંતો દ્વારા મંદિરનું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મંદિર જ મનને સ્થિર કરી શકે એ વિષય પર આનંદનયન સ્વામીએ પ્રવચન આપ્યું હતું અને યુવકવૃંદ દ્વારા ‘ચંચલ મન સ્થિર કરમ’ અને ‘મંદિર ઉચ્ચજીવનની પ્રેરણા આપે છે’ વિષયક નૃત્ય તથા અક્ષરકીર્તિ સ્વામી દ્વારા આ વિશે પ્રવચન પણ આપવામાં આવ્યું હતું.

- text

‘પરિવારમાં એકતા પ્રસરાવી પરસ્પર એકતાની આદરભાવને વિકસાવે તે મંદિર’ આ વિષય પર અપૂર્વમુનિ સ્વામીએ તથા આત્મસ્વરૂપ સ્વામીએ પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું તથા વિવિધ પારિવારિક નૃત્યો તથા સંવાદો રજુ થયા હતા. હિન્દુ ધર્મની વિવિધ માન્યતાઓ ભગવાનમાં શ્રદ્ધા પ્રગટાવે ચહે તે વિષયક પ્રવચન વિવેકસાગર સ્વામીએ આપ્યું હતું. આ ઉપરાંત મોરબી રેલરાહત કાર્યો, ભુજ ભુકંપ રાહત કાર્યો જેવા અનેક પ્રસંગોમાં મંદિરે સમાજસેવા કરી છે તે અંગે વિડિયો સંવાદ પણ રજુ થયો હતો. સભાના અંતે મહંતસ્વામી મહારાજ દ્વારા હરિભક્તોને આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા.
મોરબીમાં યોજાયેલા આ છ દિવસીય શિલાન્યાસ પ્રસંગનો 50000 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ મહોત્સવ દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 190 જેટલા વ્યક્તિઓ દ્વારા 62650 સીસી રક્તદાન કરાયું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text