મોરબીમાં માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંતર્ગત નિઃસંતાન દંપતિઓ માટે 23મીએ વિનામૂલ્યે નિદાન કેમ્પ

- text


રાજકોટની ડિવેરા હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન : આઇવીએફ એટલે નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ

મોરબી : આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદ રૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિ અંગે લોકોને જાણકારી મળી રહે અને નિઃસંતાન દંપતી સંતાનસુખ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે મોરબીના આંગણે આગામી તા.23ના રોજ રાજકોટની સુપ્રસીધ્ધ ડિવેરા હોસ્પિટલના તબીબ ડો.ભાવિન કમાણી અને ડો.રૂચા જોશી માતૃત્વ અભિયાન લઈને આવી રહ્યા છે.

સ્ત્રીત્વ અને માતૃત્વ એ પરસ્પર એવી સંબંધિત હકીકત છે કે, માતૃત્વ પ્રાપ્ત કરનાર સ્ત્રી જ પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે. નહીં તો તે પૂર્ણ બનતી નથી. આથી જ દરેક સ્ત્રીની મુખ્ય ઝંખના બાળક પેદા કરવાની હોય છે. જ્યારે દરેક પુરુષ પણ બાળકની ઝંખના રાખે છે. ત્યારે નિઃસંતાન દંપતિ દુઃખ અનુભવે છે. આમ છતાં આજના આધુનિક યુગમાં પણ નિઃસંતાનપણાને લઈ સમાજના ડરે નિઃસંતાન દંપતીઓ ખુલીને આગળ આવતા નથી. આ ગંભીર બાબતને લઈ રાજકોટના વિશ્વ પ્રસિદ્ધ ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા રીતસર માતૃત્વ અભિયાન છેડવામાં આવ્યું છે અને નિઃસંતાન દંપતીઓ માટે અભિશાપ નહીં પરંતુ મામૂલી ગણાતી આ બીમારી દૂર કરવા નેમ લેવામાં આવી છે.

ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડો.ભાવિન કમાણીના જણાવ્યા મુજબ તબીબી દૃષ્ટિએ જોઈએ તો પુરુષ કે સ્ત્રીની ખામીઓ સરખા પ્રમાણમાં હોય છે. જ્યારે 20 ટકા કેસમાં કોઈ પણ ખામી વગર દંપતિઓ નિઃસંતાનપણું ભોગવતા હોય છે. તબીબી દૃષ્ટિએ વ્યંધત્વ માટે સ્ત્રી તથા પુરુષોની ખામી સરખા પ્રમાણમાં જોવા મળી છે માટે વ્યંધત્વ માટે ફક્ત સ્ત્રીને જ જવાબદાર માનવી તે ભૂલ ભરેલું છે. વૈજ્ઞાનિક પરીક્ષણો, તપાસથી પુરુષ કે સ્ત્રીની ખામી તકલીફ શોધી સારવાર કરવાથી વ્યંધત્વ દૂર કરી શકાય છે. અને તેમના સેન્ટર દ્વારા રાજકોટ, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ દેશ બહારથી પણ અત્યાર સુધીમાં 3000 દંપતીઓના ઘેર બાળકનો કિલકિલાટ ગુંજતો કરવામાં સફળતા મેળવી છે.

- text

વધુમાં ડો.ભાવિન કમાણીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર તેઓની માતૃભૂમિ છે. જેથી અહીં માતૃત્વ ઝંખતી માતાઓ માટે તેઓ આ અભિયાન ચલાવી રહ્યા છે. અગાઉ પણ તા. 22 અને 23 ડિસેમ્બર 2018ના રોજ તેઓએ મોરબીમાં આવો કેમ્પ કર્યો હતો. જેને ખૂબ સફળતા સાંપડી હતી.

ડો.રૂચા જોશીના જણાવ્યા મુજબ ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં અતિ આધુનિક લેબ સુવિધા છે જ્યાં માનવ શરીર જેવા વાતાવરણમાં સફળતા પૂર્વક આઇવીએફ ટેક્નોલોજીના ઉપયોગ થકી નિઃસંતાન દંપતીને બાળક પ્રાપ્તિ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં નિઃસંતાન દંપતીઓ સારવાર માટે આગળ આવતા ન હોય ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન શરૂ કરાયું છે અને તા. 23 જૂનના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યે મોરબીના ડો.મેરેજાની જાનકી હોસ્પિટલ, પૃથ્વીરાજ પ્લોટ, પેટ્રોલપમ્પ વાળી શેરી સરદારબાગ સામે શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

વધૂમા ડો. રૂચા જોશીએ જણાવ્યું જે સ્ત્રીઓ માતૃત્વ પ્રાપ્તિની ઝંખના રાખે છે. તેઓએ અવશ્ય આ કેમ્પની મુલાકાત લેવી જોઈએ. અહીં અગાઉ ઘણા દંપતિઓને સફળતા મળી છે. અહીં કેમ્પમાં તમામ દંપતિઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. તો ની સંતાન દંપતિઓને અચૂક પણે આ કેમ્પમા પધારવાની અપીલ કરવામાં આવે છે.

તો રાહ કોની જુવો છો આજે જ સગા સ્નેહી કે મિત્ર પરિવારને મદદરૂપ બનો અને નિઃશુલ્ક રજીસ્ટ્રેશન માટે 8128236151 અથવા 9408144569 નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને 23 જૂને વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી નિદાન કેમ્પનો લાભ મેળવો.

- text