વાંકાનેરમાં ડોક્ટરોની હડતાલ : પ્રાંત અધિકારિને આવેદન આપ્યુ

- text


વાંકાનેર: બંગાળમાં તબીબ ઉપર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં આજે સોમવારે વાંકાનેરના તમામ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને આવેદન પત્ર આપ્યું હતું.

બંગાળમાં ડોક્ટર પર થયેલા ક્રુર, ઘાતકી અને નિર્દયી હુમલાના વિરોધમાં આજે તા. 18ને સોમવારના રોજ વાંકાનેરના તમામ ડોક્ટરો ઓપીડીની કામગીરીથી અળગા રહ્યાં હતા. તબીબોની સુરક્ષા માટે રાષ્ટ્રીય કક્ષાએથી કાયદો બનાવવામાં આવે તેમજ તબીબો ઉપર હુમલો કરનાર સામે કડક હાથે કામ લઈને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે વાંકાનેરના તબીબોએ હડતાલ પાડી છે.

બંગાળમાં થયેલા ડોક્ટર પર હુમલા અને તેમની સામે બેજવાબદારીભર્યુ નિવેદન આપનાર મુખ્યમંત્રી સામે વિરોધ નોંધાવવા ઈન્ડીયન મેડીકલ એસોસિએશન વાંકાનેર બ્રાન્ચના ડોક્ટરો આ લડતમાં હાજર રહીને પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન આપ્યું હતું તેમજ મૌખિક રજૂઆતો પણ કરી હતી.

- text

આ ડોક્ટરોએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે દર્દીઓ થોડા હેરાન – પરેશાન થશે જે માટે અમો દિલગીર છીએ. પરંતુ ડોક્ટરો માટે તબીબી સારવાર આપવી આવા વાતાવરણમાં દિવસે દિવસે મુશ્કેલ બનતી જાય છે અને સાવ સામાન્ય બનાવમાં પણ પબ્લિક ડોક્ટર ઉપર હુમલા કરતી થઈ ગઇ છે. ત્યારે અમારે આખરે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના આદેશ મુજબ અમોએ આજે પ્રેક્ટિસ બંધ રાખવામાં આવી છે.

- text