ખાખરેચી ગામે દિવંગત માવજીભાઈ કૈલાની પુણ્યસ્મૃતિમાં સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો

- text


આ કેમ્પનો 853 દર્દીઓએ લાભ લીધો : ભારત વિકાસ પરિષદ દ્વારા સેવાભાવી તબીબો અને દાતા પરિવારનું મોમેન્ટો આપી સન્માન કરાયું

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સ્વ.માવજીભાઈ ખીમજીભાઈ કૈલા પુણ્યસ્મૃતિમાં એક નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું ખાખરેચી ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રતિલાલભાઈ માવજીભાઈ કૈલા પરિવારે સમગ્ર કેમ્પના ખર્ચ માટે અમુલ્ય આર્થિક યોગદાન આપી ફાધર્સ ડે નિમિત્તે તેમના પિતાશ્રીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
જેમાં મોરબીના નિષ્ણાંત તથા સેવાભાવી તબીબો ડો. જયેશ પનારા ડો. મયુર જાદવાણી ડો. ફાલ્ગુન ધોરીયાણી ડો. નયન પટેલ ડો. અર્પણા કૈલા ડો. ભાવિક પટેલ ડો. અજય છત્રોલા ડો. વિરલ લહેરુ ડો. મહેન્દ્ર ફેફર ડો. ઉત્સવ દવે ડો. અલ્પેશ ફેફર ડો. ભાવેશ શેરશિયા ડો. મનોજ વિડજા પોતાની સેવાઓ આપી હતી.

આ કેમ્પમાં જુદાજુદા રોગના 489 મહિલાઓ તથા 364 પુરુષ દર્દીઓ મળી કુલ 853 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. દાતા શ્રી કૈલા પરિવારના સહયોગથી તમામ દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ડો. લહેરુ ડાયગ્નોસીસ લેબોરેટરી તથા કૈલા પરિવારના સંયુક્ત ઉપક્રમે બ્લડસુગર સહિતના તમામ રીપોર્ટ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિઃશુલ્ક બ્લડ ગૃપીંગ પણ કરી આપવામાં આવ્યું હતું. અંદાજે 93 યુવાનોએ પોતાનું બ્લડ ગૃપ ચેક કરાવ્યું હતું. આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો. મનુભાઈ કૈલા ડો. જયેશભાઈ પનારા તથા ખાખરેચી ગ્રામ વિકાસ સમિતિના આગેવાનો ગામના સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કેમ્પમાં ખાખરેચી , ઘાટીલા, વેજલપર, કુંભારીયા, વેળાસર, રોહીશાળા, માણાબા, ખીરઈ, ચીખલી, સુલથાનપુર સહિતના ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ડો મનુભાઈ કૈલા રવીન્દ્રભાઈ ત્રિવેદી, હરેશભાઇ બોપલીયા, ડો જયેશભાઈ પનારા, કેશવજીભાઈ સંતોકી, ગુણવંતભાઈ ગરધરીયા અશોકભાઈ બાપોદરીયા, હિંમતભાઈ મારવણીયા ઉત્સવ દવે, હરદેવભાઈ ડાંગર, યોગેશ જોશી, કિશન વાગડિયા, ધૃમીલ આડેસરા, રાવતભાઈ કાનગડ તથા ખાખરેચી ગ્રામ વિકાસ સમિતિના સમગ્ર યુવા અને ઉત્સાહી ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં તમામ સેવાભાવી તબીબો તેમજ દાતા પરિવારનું મોમેન્ટો આપી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text