મોરબીની સેન્ટમેરી સ્કૂલ આરટીઇના લિસ્ટમાં હોવા છતાં બાળકોને પ્રવેશ ન અપાયો !!

ઇન્ડિયન માનવ અધિકાર એસો. દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત

મોરબી : મોરબીની સેન્ટ મેરી સ્કૂલનું નામ આરટીઇના એડમિશન લિસ્ટમાં આવ્યું હોવા છતાં વિદ્યાર્થીને ત્યાં એડમિશન આપવામા આવ્યું ન હોવાથી આ બનાવ સામે ઇન્ડિયન માનવ અધિકાર એસો. દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

ઇન્ડિયન માનવધિકાર એસોસિએશને જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆતમાં જણાવ્યું કે આરટીઇમા સેન્ટમેરી સ્કૂલમાં નિયમોનુંસાર એડમિશન મળ્યા બાદ સ્કૂલમાંથી જણાવેલ કે આ બાબતે હાઇકોર્ટમાં મેટર ચાલતી હોય અમે બાળકોને એડમિશન આપી શકવા માટે સમર્થ નથી. હાઇકોર્ટમા નિર્ણય બાદ આ બાબતે યોગ્ય કરવામાં આવશે. ત્યાં સુધી સ્કૂલ ઓથોરિટી એડમિશન આપી શકશે નહીં.

વધુમાં જણાવ્યું કે આ બાળકોને બીજી સેકન્ડરી સ્કૂલમાં એડમિશન આપવામા આવે જેથી તેઓનું ભવિષ્ય ન બગડે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne