મોરબી વિધાનસભા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની નિમણુક કરાઈ

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે .જેમાં પીયૂષભાઈ સાંજાની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારીની મંજૂરીથી મોરબી માળીયા વિધાનસભા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિહ રાજપુતે તેમને સત્તાવાર રીતે નિમણુક પત્ર આપી મહત્વની જવાબદારી સોંપીને અભિનંદન પાઠવ્યા છે જે બદલ તેમના પર ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.