વિશ્વ હિંદુ પરિષદના મોરબી શહેર મંત્રી તરીકે કમલભાઈ દવેની વરણી

- text


મોરબી : વિશ્વ હિંદુ પરિષદના શહેર મંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવેની વરણી કરવામાં આવી છે ત્યારે કમલભાઈને ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

બજરંગ દળના પ્રમુખ તરીકે કાર્યરત કમલભાઈ દવેની તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જીલ્લા કારોબારી બેઠક દરમિયાન જીલ્લા અધ્યક્ષ દિગુભા અને જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કમલભાઈ દવેની વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર મંત્રી તરીકે વરણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે બજરંગ દળના પ્રમુખ તરીકે કામગીરી કરનાર કમલભાઈ હવે વિશ્વ હિંદુ પરિષદમાં શહેર મંત્રી તરીકેની જવાબદારીનું વહન કરશે તેમની વરણીને પગલે વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો, બજરંગ દળના કાર્યકરો, મિત્રો સહિતના તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- text