મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરીની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ

- text


એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સોને 46 ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધા

મોરબી : મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી હતી.પોલીસે પાંચ શખ્સોને 46 ચોરાઉ બેટરી સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં તાજેતરમાં ઇન્ડુંસ કંપનીના ટાવરોમાંથી તસ્કરો કિંમતી બેટરીઓની ચોરી કરી ગયાની ઘટના પ્રકાશમાં આવી હતી.ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી. બન્નો જોશીએ આ બેટરી ચોરીના આરોપીઓને ઝડપી લેવા યોગ્ય માર્ગદર્શન આપતા પી.આઈ જે.એમ.આલ તથા પી.આઈ. આર.જે. ચૌધરીની સુચનાને પગલે એ ડિવિઝન પીએસઆઈ એમ.વી.પટેલ અને વી.આર શુકલ્ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે દરમ્યાન પો.કોન્સ.નિર્મળસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટાવરોમાંથી બેટરીની ચોરી કરનાર એક શખ્સ કેનાલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો છે.આથી પોલીસે ત્યાં વોચ ગોઠવીને બેટરીની ચોરી કરનાર શખ્સ અશોકભાઈ ગોવિદભાઈ પંડિતને ઝડપી લીધો હતો.પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેણે મોરબી શહેરમાંથી ઈન્ડુંસ કંપનીના ટાવરમાંથી 24 બેટરીની ચોરી કરી હોવાથી તથા આ બેટરી ચોરીમાં તેના અન્ય સાગરીતોના નામ આપ્યા હતા.આથી પોલીસે બોલેરો કારમાં આ ચોરીના બનાવને અંજામ આપનાર જનક જોરું લિબડીયા, રાજુ નાનજી પંડિત, વિજય થોભણ ભરવાડ અને ચોરીના માલ લેનાર સૂફીયાન ઓસમાણને ઝડપી લીધા હતા.આ આરોપીઓ પોલીસની પૂછપરછમાં મોરબીના લખધીર પુર ટાવરમાંથી 24 બેટરી, વાંકાનેરના માટેલ રોડ પરના ટાવરમાંથી 48 બેટરી, જાબુડિયા નજીક ટાવરમાંથી 24 બેટરી, રાજપર પાસેના ટાવરમાંથી 48 બેટરી અને લાલપર નજીક ટાવરમાંથી48 બેટરીની ચોરી કર્યાની કબુલાત આપતા હાલ પોલીસે 46 ચોરાઉ બેટરી કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text