સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટ્રકને નડ્યો અકસ્માત : એક ગંભીર

- text


માળિયા : સુરજબારી ટોલ પ્લાઝા નજીક એક ટ્રકને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ સુરજબારી ટોલ પ્લાઝા નજીક જીજે 12 બિટી 5180 નંબરનો ટ્રક પુરપાટ ઝડપે જતો હતો. તે વેળાએ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સાઈન બોર્ડ સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે અંગે જાણ થતા સુરજબારી ટોલ પ્લાઝાની આઈએમટી ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ તાત્કાલિક રોડ પરથી અકસ્માતગ્રસ્ત વાહનને ક્રેઇનની મદદથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

- text