વાંકાનેર શહેર પોલીસ અને એસ.ટી.ની સંયુક્ત ઝુંબેશ : સાત ઇકો ડિટેઇન

- text


વાંકાનેર : વાંકાનેર આજે વાંકાનેર શહેર પોલીસ અને વાંકાનેર એસટીની સંયુક્ત ઝુંબેશમાં વાંકાનેરમાં માર્કેટચોક (પુલદરવાજા) ખાતે આવેલ એસટી પીકઅપ સ્થળ પરથી ઇકોમાં રાજકોટ-મોરબીના પેસેન્જર ભરીને ફેરા કરતાં 7 ઇકો અને બીજા અન્ય વાહનને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

- text

આ ઝુંબેશ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા P.S.I. પી.સી.મોલિયા અને અન્ય સ્ટાફ દ્વારા માર્કેટચોક ખાતે એસટીના પીકઅપ સ્ટેન્ડ પરથી પેસેન્જર ભરતાં વાહનો ડિટેઇન કર્યા હતા અને તેમને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરનો હાર્દસમાન માર્કેટ ચોક ખાતે એસ.ટી.ના પીકઅપ સ્ટેન્ડ પર ઇકો ચાલકો, રિક્ષા ચાલકો દ્વારા સતત ટ્રાફિકજામ રહેતો હોવાની ઘણી ફરિયાદો ઉઠી છે પરંતુ આજ સુધી કોની રહેમ દ્રષ્ટિ હેઠળ ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી અને આજે એસટી કર્મચારીઓ પર એવું તે કયું દબાણ આવ્યું કે પોલીસને સાથે રાખી આ કાર્યવાહી કરવી પડી.

 

- text