સ્પોર્ટ્સમા ચાર ગોલ્ડ મેડલ મેળવનાર મોરબીના લોકરક્ષક મહિલાની એથ્લેટીક્સમાં ગુજરાતને ગૌરવ અપવવાની આકાંક્ષા

- text


સમગ્ર રાજ્યની પોલીસની શાન વધારનાર મોરબીના લોકરક્ષક મહિલાનું અદેકરું સન્માન
ગિરનારની આરોહણ અને અવરોહણની રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની સહિતની સ્પર્ધામાં ચાર-ચાર ગોલ્ડ મેડલ મેળવનાર મહિલા લોકરક્ષકનું રાજકોટ રેન્જના આઈજીએ સન્માન કર્યું

મોરબી : પોલીસ ખાતાની જવાબદારી દેશ અને સમાજની સુરક્ષા માટે મહત્વની હોય છે ત્યારે એક પોલીસ કર્મચારી માટે આ જવાબદારી નિભાવીને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવું ખૂબ જ કપરું હોય છે.પણ મોરબીની લોકરક્ષક મહિલાએ આ બન્ને ક્ષેત્રે મેદાન મારીને સમગ્ર રાજ્યની પોલીસની શાન વધારી છે.જેમાં તેમણે ગિરનાર ખાતેની આરોહણ અને અવરોહણની રાજ્ય તથા રાષ્ટ્રીયકક્ષાની તેમજ 800 મીટર અને 1500 મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને ચાર- ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે જે બદલ આજે તેમનું રાજકોટ રેન્જ આઈજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજવતા ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત નામના સામાન્ય પોલીસ કર્મચારીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે અસામાન્ય સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્ય પોલીસનું ગૌરવ વધાર્યું છે તેમને પોલીસ સેવાની ફરજની સાથે રમતગમત ક્ષેત્રે આગળ વધીને સર્વોત્તમ એથ્લેટીક્સ તરીકે નામના મેળવી છે. જેમાં તેમણે નાની વયે જ ચાર ચાર ગોલ્ડ મેડલ હસ્તગત કર્યા છે.તાજેતરમાં જૂનાગઢના ગિરનાર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ અને અવરોહણ તેમજ ત્યાર બાદ રાષ્ટ્રીયકક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

- text

આ ઉપરાંત ગુજરાત ડી.જી.પી.કપ એથ્લેટીક્સમાં 800 અને 100 મિટરની દોડમાં પણ પ્રથમ નંબર મેળવીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ રીતે ચાર ચાર ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર રાજ્યની પોલીસની શાન વધારનાર લોકરક્ષક ભૂમિકાબેનનું આજે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ આઈજીએ જણાવ્યું હતું કે, આ મહિલા પોલીસ કર્મચારીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે જે સિદ્ધિ મેળવી છે તે સમગ્ર પોલીસ માટે ગર્વની બાબત છે. તે એક સારી એથ્લેટીક્સ છે.તેમનું કૌશલ્ય નિખરે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વધુ સિદ્ધિ મેળવે તે માટે પૂરતો પ્રેકટીસનો સમય અને જરૂરી સાધન સામગ્રી સહિતની પોલીસ તરફથી બનતી તમામ મદદ કરવામાં આવશે.

જ્યારે ભુમિકાબેને જણાવ્યું હતું કે, તેઓ મોરબી એ ડિવિઝનમાં મહિલા લોકરક્ષક તરીકે એક વર્ષ પહેલાં જોડાયા છે. તેમને રમતગમતમાં વિશેષ રસરૂચી છે. એટલે જૂનાગઢમાં ટ્રેનિંગ દરમ્યાન રમત ગમત માટે ખુબજ પ્રેક્ટિસ કરતા હતા.જોકે તેઓ શિક્ષણ દરમ્યાન શાળા કક્ષાએ પણ ભાગ લેતા હતા.વર્ષ 2015માં ખેલમહા કુંભમાં ભાગ લીધો હતો.પણ તેમાં સફળતા મળી ન હતી.ત્યારબાદ પણ રમતગમતમાં ભાગ લેતા પણ ધારી સફળતા મળી ન હતી.

વધુમાં તેઓએ ઉમેર્યુ કે બાદમા તેઓનું સ્પોર્ટ્સ ક્ષેત્રે કૌશલ્ય જોઈને એસ.પી અને ડી.વાય.એસ.પીએ પ્રોત્સાહિત કર્યા અને આગળ વધવાની તક આપી જેથી ચાર ગોલ્ડ મેડલ મેળવી શક્યા છે અને જુનાગઢમાં રહેતા તેમના સ્પોર્ટ્સ ગુરુ કોટડીયાએ સમગ્ર તાલીમ આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આહાર વિહારમાં ખૂબ જ કાળજી લેતા હતા. અને બે ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સંતુલિત કામગીરી કરવી પડતી હોય છે. અંતે તેઓએ સ્પોર્ટ્સ ક્ષેત્રે દેશને વધુ નામના અપાવવાની નેમ વ્યક્ત કરી હતી.

- text