હળવદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો : વિજપોલ, વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી

- text


 ઝાપટું વરસી જતા અનેક સ્થળોએ પાણી ભરાયા, વીજળી ગુલ : માળિયામાં પણ 8 મિમી વરસાદ નોંધાયો

હળવદ : હળવદમાં આજ સવારથી છવાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના 3 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.મોટું વરસાદી ઝાપટું વરસી જતા ઠેરઠેર પાણી ભરાયા હતા.ભારે પવનથી ઠેકઠેકાણે વિજપોલ,વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશયી થયા હતા.વીજપોલ પડી જવાની સાથે વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સાથે માળિયામાં પણ 8 મિમી વરસાદ નોંધાયો છે.

- text

હળવદમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો હતો.ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે આજે બપોરના સમયે હળવદમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો તૂટી પડ્યા હતા જોકે વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો.પવનની ગતિ એકદમ તેજ હોવાથી ઠેકઠેકાણે વિજપોલ અને વૃક્ષ તથા હોર્ડિંગ્સ જમીન દોસ્ત થઈ ગયા હતા.જેમાં હળવદ શહેરના દરબાર નાકા પાસે, રાણેકપર રોડ, હાઇવે નજીક સરા ચોકડી પાસે, એમ મળીને કુલ છ જગ્યાએ છ વિજપોલ ધરાશયી થયા હતા. ઉપરાંત ઠેરઠેર હોર્ડિંગ્સ પણ ફાડીને ચીંથરેહાલ થઈ ગયા હતા.જ્યારે હળવદના શરણેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો જૂનું વડનું તોતીગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.

ભારે પવન સાથે દશ મિનિટ સુધી ધોધમાર વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. સરકારીતંત્રના જણાવ્યા મુજબ હળવદમાં 8 મિમી વરસાદ પડ્યો હતો.જ્યારે હાલ વરસાદ રહી ગયો છે અને ફરી પાછો બફારો અને ઉકલાટ શરૂ થઈ ગયો છે.વીજપોલ પડી જવાથી વીજળી ગુલ થઈ ગઈ છે.જેને પૂર્વવત કરવા વિજતંત્ર અને પાલિકા તંત્ર કામે લાગ્યું છે.આ ઉપરાંત માળીયામાં પણ પવન સાથે 8 મીમી વરસાદ નોંધાયું છે.

- text