મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સદસ્યોએ પ્રશ્નો જ ન પૂછ્યા !!

- text


સદસ્યોએ પ્રશ્નો જ ન પૂછયા : કારોબારી અને શિક્ષણ સમિતિની રચનાની પુન:વિચારણાના મુદાને બહાલી અપાઈ : રોડના કામોને મંજૂરી અપાઈ : આમરણ, માળીયા, વાંકાનેરમાં આઈટીઆઈ તથા ધો.10નું પરીક્ષા કેન્દ્ર શરૂ કરવાની માંગ કરાઈ

મોરબી : લોકોસભાની ચૂંટણી પછી આચારસહિતાનું ગ્રહણ હટતા આજે મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા,ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને મહમદ જાવીદ પીરજદા અને ડી.ડી.ઓ.એસ.એમ ખટાણા તથા 13 સદસ્યો હાજર રહ્યા હતો.જોકે સામાન્ય સભાની મહત્વની પ્રશ્નોત્તરીમાં કોઈ સદસ્યએ ભાગ જ લીધો ન હતો.

- text

કોંગ્રેસ શાસિત મોરબી જીલ્લા પંચાયતના 24માંથી 22 કોંગ્રેસના સભ્યોમાંથી એક જ સદસ્ય પીકુંબેન ચૌહાણે જિલ્લા પંચાયતના તમામ ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.જેના જવાબમાં ડે. ડી.ડી.ઓએ જણાવ્યું હતું કે, આ બાબતની લાંબી માહિતી હોય સમય મર્યાદા ઓછી હોવાથી જવાબ આપી શકાય એમ નથી.વ્યવસ્થિત વિગતની માહિતી માંગી હોત તો આપી શકાય.તેથી આ પ્રશ્ન પણ વેલીડ રહ્યો ન હતો. જ્યારે સદસ્ય તરફથી કોઇ પ્રસ્તાવ મળ્યો ન હતો.તેમજ રામપર પાડાબેકર અને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું હોય અને સુપર સીડ કરવાની દરખાસ્ત માટે જિલ્લા પંચાયતે અભિપ્રાય આપ્યો હતો કે આ બાબતે વિકાસ કમિશ્નર પંચાયત અધિનિયમ હેઠળ જે નિર્ણય આપે તે યોગ્ય રહેશે.આ ઉપરાંત નેશનલ હાઇવેથી ટીંબડી ગામ, ચકમપરથી જીવાપર, નેશનલ હાઇવેથી પાનેલી રોડ, મોરબીથી મોડપર, ખાનપરથી કોયલી ગામ સહિતના ગામોના એપ્રોચ રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ગત સામાન્ય સભામાં કારોબારી અને શિક્ષણ સમિતિની રચનાની ફેર વિચારણાના મુદ્દાને બહાલી અપાઈ હતી.અધ્યક્ષ તરફથી આમરણ ,માળીયા અને વાંકાનેરમાં આઈટીઆઈ શરૂ કરવા તથા માળીયામાં બંધ કરાયેલું ધો.10નું પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા , આમરણ ખાતે પીએસઆઈ કક્ષાની કચેરી શરૂ કરવા, પ્રમુખ તરફથી શાળાઓમાં બાળકો અને શિક્ષકો માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાયોમેટ્રિક હાજરી મશીન મુકવા,જિલ્લામાં આવેલ ગ્રામ સેવક મંડળને મંજુરી આપવા કાયદાકીય પ્રોસીઝરની ચર્ચા વિચારણા અને પ્રાથમિક જિલ્લા શિક્ષક સંઘના બંધારણમાં ડી.ડી.ઓ કે પ્રમુખ હસ્તક્ષેપ કરી શકતા ન હોય માટે બંધારણમાં ફેરફાર કરવાં માટે ડી.ડી.ઓ.ને સતાં અપાઈ અને સિંચાઈ તથા સહકારી સમિતિમાંથી હરદેવસિંહનું રાજીનામુ મંજૂર કરાયું છે. તેમને શિક્ષણ સમિતિમાં ઉમેરી દેવામાં આવ્યા છે.

વધુમાં વાંકાનેરના પીપળીયા ગામના શિક્ષક બે વર્ષથી વિદેશમાં ફરે છે.તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપ્યા છે.

- text