લૂંટ, ખૂન, ચોરી અને મારામારીમાં સંડોવાયેલો માળીયાનો કુખ્યાત શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.આલે મોરબી જિલ્લા મેજેસ્ટ્રીટ દ્વારા ઇસ્યુ થયેલા વોરંટની બજવણી કરી એક કુખ્યાત શખ્સને પાસા હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.

- text

અસંખ્ય લૂંટ, ચોરી, મારામારી સહિત ખૂન કેસમાં સંડોવાયેલો ફારૂક હબીબભાઈ જામને ઉં.વ.28, રહે. કોબા વાંઢ વિસ્તાર, માળીયા (મી.) પાસાના અટકાયતી હુકમને આધારે ઝડપી પાડી વડોદરા ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

 

- text