મોરબીમાં જુગાર રમતા 9 પકડાયા

- text


મોરબી : મોરબીના સીરામીક સિટીથી આગળના વિસ્તારમાં જુગાર રમતા 9 શખ્સો પકડાયા હતા. આ તમામની ધરપકડ કરી રૂ. 13,200ની રોકડ કબ્જે કરી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સીરામીક સીટી નજીક આવેલા મેલડી માના મંદીર પાસે જુગાર રમતા પ્રદીપ મોહનભાઇ, પ્રકાશ નારણભાઈ સિહોરા, સમીર શબિરભાઈ પલેજા, ઘનશ્યામ જીતેન્દ્રભાઈ છાત્રોલા, હાર્દિક પંકજભાઈ ગોહિલ, હિતેશ રવજીભાઈ મૂછડિયા, હસમુખ રમણિકભાઈ કટારીયા, વિપુલ મુકેશભાઈ વરાણીયા અને અલ્પેશ અશોકભાઇ દૂકરીયાને બી ડિવિઝન પોલીસે રૂ. 13,200ની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text