બંગાળની ઘટનાના વિરોધમાં મોરબીમાં તબીબો સોમવારે હડતાલ પાડશે

- text


બંગાળની ઘટનાના વિરોધમાં મોરબીમાં તબીબો સોમવારે હડતાલ પાડશે

ઇમરજન્સી સેવા ચાલુ રખાશે : બિન આવશ્યક તબીબી સેવા બંધ કરીને વિરોધ પ્રદર્શિત કરશે

મોરબી : પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાના બનવાથી સમગ્ર દેશના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આ ઘટનાના વિરોધમાં મોરબીના તબીબો સોમવારે હડતાલ પાડશે અને તબીબો ઇમરજન્સી સેવા ચાલુ રાખીને તથા બિન આવશ્યક તબીબી સેવા બંધ કરીને વિરોધ વ્યક્ત કરશે તેમ મોરબી આઇ.એમ.એ.બાંચે જણાવ્યું છે.

- text

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચના પ્રમુખ ડો,કેતન હિંડોચા અને ડૉ.જયેશ સનારીયાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં એક બુઝુર્ગ ને બીમારી સબબ તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ તબીબ પર હીંચકારો હુમલો કર્યો હતો.જોકે છાશવારે દર્દીઓના સગાઓ દ્વારા તબીબ પર હુમલો કરાતો હોવાની ઘટના વારંવાર બહાર આવે છે જેથી દેશનો સમગ્ર તબીબી આલમ ભારે ભયભીત છે અને બંગાળની ઘટનાને પગલે યોગ્ય ન્યાય મેળવવા તબીબો હડતાલ કરી રહ્યા છે ત્યારે આ લડતમાં મોરબીની હોસ્પિટલોન ડોક્ટરો જોડાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં મોરબીના તબીબો તા.17 જૂન સીમવારે પ્રતીક હડતાલ પાડશે. જોકે તબીબોની હડતાલ દરમ્યાન ઇમરજન્સી દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે ઇમરજન્સી તબીબી સેવા ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને બિન આવશ્યક તબીબી સેવા બંધ રાખીને મોરબીના તબીબો બંગાળની ઘટનાનો વિરોધ કરશે.

- text