મોરબી જિલ્લાના સ્થળાંતરિત અસરગ્રસ્તોને તાકીદે કેશડોલ્સ ચુકવવા ધારાસભ્યની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લામાં બે દિવસ અગાઉ વાયુ વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી એનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.ત્યારે આ સ્થળાંતર થયેલા લોકોને આર્થિક વળતર ચૂકવવા માટે જરૂરી કેશડોલ્સ ચૂકવવા જિલ્લા વહીવટી તંત્ર સરકાર સાથે સંકલન કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગ ઉઠાવી છે.

- text

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીમાં બે દિવસ પહેલાં વાયુ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના સાથે સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે થઈ ગયું હતું.અને લોકો માટે ત્વરિત સલામતીના પગલાં ભર્યા હતા.જે અવકારદાયી છે.જેમાં વહીવટી તંત્ર અને રાહત બચાવની ટુકડીઓએ મોરબી જિલ્લાના તમામ અસરગ્રસ્ત વિસ્તારો ખાલી કરાવ્યા હતા અને અનેક લોકોનું બાળકો પરિવાર સમેત સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું.જોકે તંત્રએ જે સલામતી અને સાવચેતીના પગલાં ભરીને લોકોને સુરક્ષિત કરી દીધા હતા.આવી જ ઉત્સુકતા સ્થળાંતરિત લોકોને આર્થિક વળતર ચુકવવામાં દાખવે તે જરૂરી છે.સ્થળાંતરિત લોકોને બે ત્રણ દિવસની જે આર્થિક નુકશાની થઈ છે.તેના વળતરરૂપે જરૂરિયાત મુજબના કેશડોલ્સ ચૂકવવામાં આવે તેવી જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આ કામ તાકીદે કરવામાં આવે તેવી ધારાસભ્યએ જીલ્લા વહીવટી તંત્રને પત્ર પાઠવીને માંગ કરી છે.

- text