મોરબીમાં ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક : રસ્તા, પાણી, વીજળી સહિતના ૪૧ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા

- text


ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા દ્વારા રસ્તા, પાણી, શિક્ષણ, સિંચાઇ, વીજળી સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા

મોરબી : મોરબીમાં કલેકટરશ્રી આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સંભવિત વાયુ વાવાઝોડાની આગોતરા બચાવ અને રાહતની સુચારૂ કામગીરીને પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા અને પ્રભારી સચિવશ્રી મોનાબેન ખંધાર દ્વારા અંભિનંદ પાઠવ્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા રસ્તા, પાણી, શિક્ષણ, સિંચાઇ, વીજળી સહિતના ૪૧ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ ચોમાસાનું વહેણ કોઇએ પાળા બાંધી અટકાવેલ હોય તો તોડી પાડવા સુચના આપી હતી. તેમજ શાળા-કોલેજની બસો, એસટી બસોએ જો કોઇ કોઝવે કે નાળા માં પાણી ભરાયા હોય તો ત્યાં જ રોકાઇ જવું તેમાંથી પાણી વહી જાય પછી જ પસાર થવા દેવા અધિકારીઓને સુચના આપી હતી.
કલેકટરશ્રીએ ખરીફ કૃષિ મહોત્સવ અને વિશ્વયોગ દિનની શિબિરમાં વધુમાં વધુ લોકો જોડાઇ તેવો અનુરોધ જાહેર જનતાને કર્યો હતો. ચોમાસુ દરમિયાન કંટ્રોલરૂમમાં કોઇ સરકારી અધિકારી-કર્મચારી ફરજમાં ગેરહાજર ન રહે તેવી તાકિદ પણ કલેકટરશ્રીએ કરી હતી.

- text

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઇ ચિખલીયા, ડીડીઓશ્રી એસ.એમ. ખટાણા, અસેપી.શ્રી ડો.કરણરાજ વાધેલા, નિવાસી અધિક કલેકટશ્રી કેતન જોષી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

- text