હળવદના બસ સ્ટેન્ડ રોડ પર ભારે પવનથી કોમ્પલેક્ષમાં બેનરો ફાટયા : અકસ્માતનો ભય

- text


બેનરો ભરચકક વિસ્તારમાં જોખમી હાલતમાં લટકતા હોવાથી જાનહાની થવાનો ખતરો

હળવદ : હળવદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ મોટા કોમ્પ્લેક્સમાં મોબાઈલ કંપનીએ લગાવેલા મસમોટા બેનરો તેજ પવનથી ફાટી ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા તેજ પવન ફૂંકતા આ બેનરો ફાટી ગયા હતા. હાલ આ બેનરો જોખમી હાલતમાં લટકે છે. પવન હજુ પણ ચાલુ હોય લટકતા બેનરોના લાકડા, પતરા સહિતની સામગ્રી કોઈની માથે પડે તો અઘટિત ઘટના બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text

હળવદના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ સ્વાગત કોમ્પ્લેક્સના બેનરો ભારે પવનને કારણે તૂટી અને ફાટી ગયેલી હાલતમાં જોખમી રીતે લટકી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ બાબતે જણાવ્યું હતું કે એક મોબાઈલ કંપનીએ પોતાની જાહેરાતના બેનરો આ કોમલેક્સ ફરતે લગાવ્યા હતા પણ બે દિવસ પહેલા જોરદાર પવન ફૂંકતા આ કોમ્પ્લેક્સમાં લગેવેલા બેનરો એકદમ ફાટીને ચીંથરેહાલ થઈ ગયા છે. ફાટી ગયેલા બેનરો જોખમી હાલતમાં હજુ કોમ્પ્લેક્સમાં લટકી રહ્યા છે. આ લટકતા બેનરોના લાકડા, પતરા સહિતનો માલ ગમે ત્યારે નીચે પડે તેવી ગંભીર હાલતમાં છે.જોકે આ બસ સ્ટેન્ડ રોડ સતત ધમધમતો વિસ્તાર છે.ધાગધ્રા તરફ જતો અને હળવદ તરફ આવતો આ એક જ બસ સ્ટેન્ડ રોડ છે. એટલે દરરોજ અહીં હજારો વાહનોની અવરજવર રહે છે.ત્યારે આ લટકતા બેનરોથી અઘટિત ઘટના થવાનો ભય ઝળુંબી રહ્યો છે. આ બાબતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે, આ ફાટેલા બેનરોને હટાવી દેવાની સૂચના આપી દેવાય છે અને શહેરમાં અન્ય આવા બીજા જોખમી હાલતમાં બેનરો ધ્યાને આવશે તો તેને પણ દૂર કરાશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text