મોરબી જિલ્લામાં કાલે શુક્રવારથી યોગ શિબિરો યોજાશે

- text


યોગ શિબિરમાં ભાગ લેવા કલેકટર દ્વારા જાહેર અનુરોધ

મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આવતીકાલે શુક્રવારથી સાત દિવસ અનેક સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરોમાં જોડાવા જિલ્લા કલેકટર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

વિશ્વ યોગ દિવસ ઉજવણીના અનુસંધાને મોરબી જિલ્લામાં તા.૧૪/૦૬/૨૦૧૯ થી તા.૨૦/૦૬/૨૦૧૯ સુધી માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોગ શિબીરો યોજાશે. જેમા વાંકાનેર નગરપાલીકા વિસ્તારમાં અમરસિંહજી હાઈસ્કુલ, મ્યુનિસીપલ ગર્લ્સ હાઈસ્કુલ, દોશી કોલેજ, ધ પેલેસ, ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર તાલુકા વિસ્તારમાં પંચાસિયા સહયોગ વિદ્યાલય, પીપળીયા રાજ હાઈસ્કુલ, હળવદ નગરપાલીકા વિસ્તારમાં શીશુ મંદિર, સંસ્કાર વિદ્યાલય,હળવદ તાલુકા વિસ્તારમાં ટીકર માધ્યમિક શાળા, પ્રા.શાળા ચરાડવા, મોરબી તાલુકા વિસ્તારમાં સરસ્વતી શીશુ મંદિર, હરી નકલંક વિદ્યાલય, માળીયા મિ. નગરપાલીકા વિસ્તારમાં કુમાર શાળા અને કન્યા શાળા, માળીયા મિ. તાલુકા વિસ્તારમાં વવાણીયા હાઈસ્કુલ, દેવ સોલ્ટ વર્કસ-હરીપર, ટંકારા તાલુકા વિસ્તારમાં ઓરપેટ કન્યા વિદ્યાલય, હરબટીયાળી પ્રા.શાળા, ઓટાળા પ્રા.શાળામાં યોગશિબિર યોજાશે. તેમ નિવાસી અધિક કલેકટર મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text