વાવાઝોડા એલર્ટ: મોરબી નજીક હાઇવે અને શહેરમાંથી 34 હોડીગ્સ હટાવાયા

વવાઝોડાનો ખતરો ઘટ્યો પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે કાર્યવાહી ચાલુ રાખી : હાઇવે આથોરિટીએ નેશનલ હાઇવે પર હોડીગ્સ હટાવી 190 દબાણકારોને નોટિસ ફટકારી : પાલિકા તંત્રએ પણ શહેરમાંથી હોડીગ્સ દૂર કરી અન્ય જોખમી હોડીગ્સ હટાવી લેવા આસમીઓ તાકીદ કરી

મોરબી : મોરબી જિલ્લામાં વાયુ વાવઝોડાની આફત ઘટી ગઈ છે.તેમ છતાં વાતાવરણમાં ડિસ્ટબન્સ આવે અને કદાચ પરિસ્થિતિ કાબુ બહાર જાય તેઓ તેને પહોંચી વળવા તંત્રએ તકેદારીના ભાગરૂપે કામગીરી ચાલુ રાખી છે.જેમાં હાઇવે ઓથોરિટીએ મોરબી નજીક નેશનલ હાઇવે પર 12 જેટલા હોડીગ્સ દૂર કરીને 190 દબાણકારોને નોટિસ ફટકારી છે.જ્યારે મોરબી પાલિકાએ શહેરી વિસ્તારોમાંથી 22 હોડીગ્સ હટાવી અન્ય જોખમી હોડીગ્સને હટાવી લેવા અસમીઓને તાકીદ કરી છે.

મોરબી જિલ્લામાં આજે વાયુ વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવી હતી.જેના પગલે તંત્ર એક્શન મોડ ઉપર ગઈકાલથી જ આવી ગયું છે.જોકે આજે આ વાયુ વાવાઝોડાંની મોરબી જિલ્લામાં આફત ઘટી છે.તેમ છતાં પણ વાતાવરણમાં ડિસ્ટબન્સ થાય તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સલામતી માટે સાવચેતીના પગલાં ભરી રહ્યું છે.જેમાં ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મોરબી નજીક નેશનલ હાઇવે પર ઢુંવાથી ટોલનાકા સુધી જોખમી હાલતમાં લટકતા 12 જેટલા હોડીગ્સ તોડી પાડવામાં આવ્યા હતા.જોકે આ હાઇવે પર અન્ય જોખમી હોડીગ્સ હોય અને રોડને નડતરરૂપ લારી ગલ્લાનાં દબાણો હોવાથી હાઇવે ઓથોરિટીએ 190 જેટલા દબાણકારોને દબાણો હટાવી લેવાની નોટિસ ફટકારી છે.આ ઉપરાંત મોરબી નગરપાલિકા તંત્રએ પણ શહેરી વિસ્તારોમાં હોડીગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પાલિકા તંત્રએ શહેરી વિસ્તારોમાંથી 22 જેટલા હોડીગ્સ હટાવી દીધા હતા અને શહેરમાં અન્ય જગ્યાએ જોખમી હાલતમાં રહેલા હોડીગ્સ બેનરને હટાવી લેવા માટે જે તે આસમીઓને તાકીદ કરી છે.