વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ પરંતુ એલર્ટ યથાવત

- text


વાવાઝોડું ઓમાન તરફ ફંટાયુ : ભારે વરસાદની આગાહી

મોરબી : ગુજરાતના લોકોમાં અને ખાસ કરીને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં રહેતાં લોકોમાં વાયુ વાવાઝોડાનો ખૌફ જોવા મળી રહ્યો હતો. આવા વિસ્તારોમાં સરકાર દ્વારા અને ઘણી સેવાકીય સંસ્થાઓ તથા સેવાભાવી લોકો દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ હતુ, ઉપરાંત આવા લોકો માટે રહેવા જમવાની સુવિધાઓ પણ ઊભી કરાઈ રહી હતી. પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. વાયુ વાવાઝોડું વેરાવળ, પોરબંદર તરફ આવવાને બદલે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. વાવાઝોડું વેરાવળ દરિયાથી 150 કિલોમીટર દૂર હતુ, ત્યારે દિશા બદલી હતી અને ઓમાન તરફ ફંટાઈ ગયું છે. આથી પવનની ઝડપ પ્રમાણમાં ઘણી ઓછી થઈ છે. તેમ છતા ચક્રવાતને કારણે દરિયાઇ પટ્ટી પરના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. વાતાવરણ માટે બપોર પછી સરકાર કોઈ નવી જાહેરાત કરશે તેવું જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text