મોરબી જિલ્લાના નહેર વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો

- text


અધિક જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ મોરબી શાખા નહેર મારફતે નહેરની જમણી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પીવાનું પાણી પહોચાડવામાં આવે છે. ધણી જગ્યાએથી ખેડુત કે કેટલાક ઇસમો દવારા શાખા નહેર પર અનઅધિકૃત રીતે મશી, બકનળી, સબમર્શીબલ પંપ દવારા પાણીના ઉપાડ, ઉપયોગ કરવામાં આવતા હોવાના કારણે પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ મચ્છુ-૨ જળાશય ઉપર પહોચી શકતો નથી.

આ સંજોગોમાં કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી. જેથી કેતન પી જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થતી મોરબી શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. જયાં અધિકૃત વ્યકિત સિવાય કોઇ વ્યકિત પ્રવેશી શકશે નહી. અને અનઅધિકૃત રીતે પાણી ખેચવા માટેના મશીન મુકી શકશે નહી. તેમજ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવુ કૃત્ય કરી શકશે નહીં. જેમાં હળવદ તાલુકાના ઢવાણા, સાપકડા, ધનશ્યામપુર, ભલગામડા, દીધડીયા, સુદરીભવાની, સરમભડા, કડીયાણા, દેવીપુર, ચરાડવા અને મોરબી તાલુકાના આદરણા, નીચીમાંડલ, ઉચીમાંડલ, ધુંટુ, લાલપર, જોધપુરનદી ગામોનો સમાવેશ થાય છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text