ટંકારામાં સ્થળાંતર થયેલા અસરગ્રસ્તોને ભીમ અગ્યારસે કેરીના રસ અને ભાજીનું ભોજન કરાવાયું

- text


સરપંચ અને આર્ય વિદ્યાલયની ટીમે સ્થળાતરીત પરિવારોની જઠરાગ્નિ ઠારી પુણ્યનું ભાથું બાંધ્યું

ટંકારા : સંભવિત વાયુ વાવાઝોડાની અસરને લઈને ટંકારમાં અસરગ્રસ્તોની સ્થળાંતર કરવામાં આવ્યું છે.ત્યારે આ સ્થળાંતરિત થયેલા પરીવારોને ભીમ એગયારસે કેરીના રસ સહિતનું સ્વાદિષ્ટ ભોજન કરાવીને આર્ય વિદ્યાલયમની ટીમ અને સરપંચએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.ઉપરાંત અસરગ્રસ્ત ગરીબ બાળકોને હિચક અને લપસીયામા રમવાની મોજ કરાવી હતી.જ્યારે આજે સાંજે આર્યસમાજ ટંકારા દ્વારા આ અસરગ્રસ્તોને ભોજન કરાવશે.

- text

ટંકારામા સંભવિત વાવાઝોડાની અસરને લઈને તંત્રે નિચાણવાળા વિસ્તારમાં અને ઝુંપડામા રહેતા 100 જેટલા પરીવારનુ સ્થળાંતર કરી શહેરની તાલુકા શાળા કન્યા શાળા અને ગાયત્રી નગર પ્રાથમિક શાળામાં ઉતારો આપ્યો હતો.આ અસરગ્રસ્તો માટે ગતરાત્રે મામલતદાર કચેરી અને તંત્રએ જમવા ની વ્યવસ્થા કરી હતી.આજે ભીમ એકાદશી હોય તમામ પરીવારને કેરીનો રસ ભાજીને પુરી ના ભોજનિયા ભરપેટ બેસાડી જમાડયા હતા
જેની વ્યવસ્થા આર્ય વિદ્યાલયના સંચાલક મેહુલભાઈ કોરીગાં અને ટીમે કરી હતી જ્યારે રસ ટંકારા સરપંચ દ્વારા આપવામાં આવ્યો હતો.ક્યારેક શાળાએ ન ગયેલા ભુલકાને નિશાળે ઉતારો મળતા હિચકા લપસીયા પર રીતસરના નિજાનંદના ધુબાકા માર્યા હતા. અને વાયુ નો ભય ભુલી બીન દાસ ખેલકુદ કરી મજા માણી હતી

આ તકે ટંકારા મામલતદાર પંડયા તાલુકા વિકાસ અધિકારી એમ એન તરખાલા. ટંકારા તલાટી કમ મંત્રી રાજકોટીયા ભુતભાઈ આર કે સૌલંકી પાસ ના ગપી પાટીદાર ભાવીન સેજપાલ આશર લાલો ગોવિંદ ભાટીયા મિતેષ મહેતા શાળા ના આચાર્ય સહીત ના સતત મદદ મા ખડેપગે રહા છે

- text