આમરણમા સેવાભાવી કાર્યકરો આશ્રિતો વ્હારે : તમામ વ્યવસ્થા કરાઈ

- text


મોરબી : મોરબી જીલ્લાના ઉટબેટ શામપર, રામપર પાડાબેકર અને ઝીંઝુડા દરીયાના કાઠાના ગામ હોવાથી તાત્કાલીક ધોરણે ગામના લોકોનું સ્થળાંતર કરીને આમરણમા આવેલ હાઇસ્કૂલ, કન્યા શાળા અને કુમાર શાળામા આશરો અપાયો છે. ગત રાત્રે તમામ આશ્રિતો માટે ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આ તકે મોરબી ટીડીઓ, મામલતદાર, આરોગ્ય વિભાગ, આમરણ પોલીસ સ્ટાફ તેમજ જુવાનસિંહ, ઉંટબેટના સરપંચ જેરામભાઇ, તલાટી મંત્રી રાજેશ કાસુન્દ્રા, નિમેષભાઇ ગાંભવા, નવા આમરણના સરપંચ કેશુભાઈ યુવા કાર્યકર સરફરાજ સૈયદ, પત્રકાર સબીરબાપુ બુખારી કાદર ઘાંચી સતત ખડે પગે રહ્યા હતા. ઉપરાંત કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડિયાએ પણ અસરગ્રસ્તોની મુલાકાતે આવીને અધિકારીઓને ઘટતી કાર્યવાહી માટે જરૂરી સુચના આપેલ હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text