કાયદાના સંઘર્ષમાં આવીને હત્યા નિપજાવનાર સગીરાને ઓબ્જર્વેશન હોમમાં ખસેડાઇ

મોરબી : ચાર દિવસ પહેલા ત્રણ વર્ષના માસૂમ પિતરાઈ ભાઈનું ગળું દબાવીને હત્યા નિપજાવવાના આરોપસર અટકાયત કરાયેલી સગીરાને વડોદરા ઝોન સ્થિત જુવેનાઈ હોમ ખાતે ખસેડવામાં આવી છે.

સીરામીક ટાઇલ્સના વેપારી રાજેશભાઈ દઢાણીયાના ત્રણ વર્ષના પુત્ર નિત્યનું ગળું દબાવીને હત્યા નિપજાવવાના મામલામાં મૃત્યુ પામનાર બાળકના સગા ફઈબાની સગીર વયની પુત્રી કે જે મૃત્યુ પામનાર બાળકની સંબંધમાં બહેન થાય તેની અટકાયત કરવામાં આવી હતી. સગીર વયની ભાણેજને એના મામા રાજેશભાઈએ અભ્યાસ અર્થે પોતાના ઘેર રાખી હતી જેના હાથે મામાના દીકરા ભાઈની હત્યા થઈ જતા મોરબી બી.ડીવીમાં મૃતક બાળકના પિતા રાજેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકની ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે કરેલી તપાસ દરમ્યાન સગીર વયની મામાની દીકરી બહેને જ હત્યા કર્યાનું સ્પષ્ટ થતા કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને વડોદરા ખાતે ઝોન ઓબ્ઝર્વર હોમ (જુવેનાઇલ) ખાતે ખસેડવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne