મોરબીના શક્તિ પ્લોટમાં આજે ફરી કપિરાજ આવી ચડતા ભારે કુતુહલ સર્જાયું

કપિરાજે વાનરવેડા કરીને બાળકૉને ખુશ કરી દીધા

મોરબી : મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં આજે ફરીએક કપિરાજ આવી ચડ્યા છે.કપિરાજ બીજી વખત આ વિસ્તારમાં દેખાતા બાળકોને મોજ પડી ગઈ છે.કપિરાજે વાનરવેડા કરીને બાળકોને ખુશ કરી દીધા હતા.

મોરબીના શકિત પ્લોટ-4 વિસ્તારમાં આજે એક કપિરાજ આવી ચડ્યા છે.આ વિસ્તારમાં બીજી વખત કપિરાજ દેખાતા આ વિસ્તારના બળકોમાં રમૂજ સાથે ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.આ કપિરાજ શક્તિ પ્લોટના એપાર્ટમેન્ટમાં આવીને અવનવા વાનરવેડા કરતા હોવાથી બાળકો ગેલમાં આવી ગયા છે અને આ વાંનરની નિજાનંદ ભરી હરકતો બાળકો ખુશખુશાલ બની ગયા છે.જોકે અગાઉ પણ વાનર આ વિસ્તારમાં આવી ચડ્યા બાદ આજે ફરી દેખાતા બાળકોમાં આનંદનો પાર રહ્યો નથી.