મોરબી : વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા આચાર્યોને ડીઈઓની કડક સૂચના

સુચનાનો તાકીદે અમલ નહિ થાય તો નોટિસ ફટકારવાની કાર્યવાહી કરાશે

મોરબી : મોરબી સહિત રાજ્યભરની શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઓન લાઇન હાજર પુરવાની પ્રથા અમલી બનાવવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લામાં આ ઓનલાઈન હાજરી પુરવાનો અમલ થતો ન હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણધિકારીએ તમામ આચાર્યોને ઓનલાઈન હાજરી પુરવાની કડક સૂચના આપી છે.

મોરબી જિલ્લા સહિત રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવાની સિસ્ટમ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી છે.જોકે અગાઉ શાળાઓમાં વિદ્યાર્થીઓની ખોટી રીતે હાજર પૂરતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી હતી.જેના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ, સરકારી અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાની સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં પણ આ ઓનલાઈન હાજરીની સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાજરી પુરવાની હોય છે.ત્યારે મોરબી જિલ્લાની શાળાઓમાં આ ઓનલાઈન હાજરીનો અમલ નહિ થતો હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણધિકારી લાલઘૂમ થયા હતા અને તેમણે આ અંગેની આચાર્યોને કડક સૂચના આપી છે. વધુમાં આ સુચનાનો તાકીદે અમલ નહિ થાય તો નોટિસ ફટકારવાનું પણ જણાવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne