મોરબી : મયુર ડેરી દ્વારા ફરીથી દૂધની ખરીદીના ભાવ વધારાયા

દસ દિવસના અંતરે દૂધના ખરીદ ભાવમાં બે વખત વધારો : 11મીથી પ્રતિ કિલો ફેટે 10 રૂપિયા વધુ ખરીદભાવ : પશુઓને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવાની અપીલ કરતા હંસાબેન પટેલ

મોરબી : મોરબીની મયુર ડેરીએ જિલ્લાના પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીદ ભાવમાં છેલ્લા દસ દિવસમાં બે વખત ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા માટે પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા મહિલા દૂધ સંઘના ચેરમેન હંસાબેન પટેલે અપીલ કરી છે.

ગયા વર્ષે ઓછા વરસાદને કારણે ઘાસચારા અને પાણીની તંગી જોવા મળી રહી છે. પશુઓ માટેના ખાણદાણના ભાવો પણ ઉત્તરોત્તર વધી રહ્યા હોવાને કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આથી મોરબીની મયુર ડેરી પશુપાલકોને વ્હારે આવી છે અને જિલ્લાના દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વધુ ભાવ ચૂકવી રહી છે. છેલ્લા દાસ દિવસમાં મયુર ડેરી દ્વારા બે વખત ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તારીખ 1જૂનથી પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો હતો, જયારે તારીખ 11જૂનથી પ્રતિ કિલો ફેટે રૂપિયા 10ના વધારા સાથે રૂપિયા 660 ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા, પશુઓ તંદુરસ્ત રહે અને દૂધની માત્રા વધે તથા ગુણવત્તા સુધરે તે માટે મોંઘાદાટ ખોળ અને બજારુ દાણને બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને મહિલા દૂધ સંઘના ચેરમેન હંસાબેન પટેલે અપીલ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne