વાયુ વાવાઝોડાની સાવચેતી રૂપે આજે મોરબીનું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે

 

વાંકાનેર અને હળવદનું માર્કેટીંગ યાર્ડ પણ બંધ રહે તેવી સંભાવના

મોરબી : સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલે વાયુ વાવાઝોડાની અસર થવાની સંભાવના છે તેથી સાવચેતીના ભાગરૂપે આજે મોરબીનું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં આજે વાયુ વવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જોકે આ કુદરતી આપતીને પહોંચી વળવા માટે રાહત અને બચાવની કામગીરી માટે વિવિધ સરકારી તંત્ર એક્શન મોડ ઉપર છે અને યુદ્ધના ધોરણે આ કામગીરી કરી રહ્યું છે.ત્યારે સાવચેતીના ભાગરૂપે આજે મોરબીનું માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.તેમજ વાંકાનેર અને હળવદનું માર્કેટીંગ યાર્ડ બંધ રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.