જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું 2019ના વર્ષનું સત્ર શરૂ

મોરબી : શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજનું 2019ના વર્ષનું સત્ર જૂન મહિનાથી શરૂ થઈ ચૂક્યું છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજ હોવા છતાં ખૂબ જ વ્યાજબી ફી લઈને આ સંસ્થા બેટી પઢાવો સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે. નિપુણ શિક્ષક સ્ટાફ સાથે અદ્યતન લેબોરેટરીની ઉપલબ્ધતા ધરાવતી આ સંસ્થામાં સાયન્સ કોલેજ સહિત ચાર કોલેજ અને ત્રણ શાળાઓ આવેલી છે. જેમાં અંદાજે 6000 જેટલી કન્યાઓ કેળવણી મેળવી રહી છે. 1979ની સાલથી શરૂ થયેલી આ સંસ્થામાં જી.પી.એસ.સી, ટેલી એકાઉન્ટ સહિતના વિવિધ તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne