મોરબીમાં પીજીવીસીએલ દ્રારા એપ્રેન્ટીસ લાઈનમેનની પોલ ટેસ્ટ મોકૂફ રખાઈ

મોરબી : મોરબીમાં પીજીવીસીએલ દ્વારા તા. ૧૫ના રોજ એપ્રેન્ટીસ લાઈનમેનની પોલ ટેસ્ટ યોજાનાર હતી. જેને વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોકૂફ રાખવામા આવી છે.

પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ કચેરીઓમાં ખાલી પડેલી ૫૨ જેટલી એપ્રેન્ટીસ લાઈનમેનની જગ્યાઓ ભરવા માટે તા. ૧૫ને શનિવારના રોજ ૩૧૫ ઉમેદવારોને પોલ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ વાવાઝોડાની પરિસ્થિતિ અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને પોલ ટેસ્ટની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. તેમ મોરબીના અધિક્ષક ઇજનેર ડી.એમ. ભલાણીની યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne