મોરબીના ઉદ્યોગપતિએ પીઠડાઈ રામામંડળ ગ્રુપને ત્રણ દિવસની રણુજાની જાત્રા કરાવી

વિનામૂલ્યે રામામંડળ ભજવતા 50 લોકોએ લીધો જાત્રાનો લાભ

મોરબી : મોરબીમાં સેવાભાવી ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાએ પીઠડાઈ રામામંડળ ગ્રૂપના 50 સભ્યોને રણુજાધામની 3 દિવસની જાત્રા કરાવી છે. આ ત્રણ દિવસ દરમિયાન તમામ રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

આઈ શ્રી પીઠડાઈ રામામંડળ ગ્રૂપ છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે ગામે ગામ રામામંડળ ભજવે છે. ત્યારે આ ગ્રૂપના સભ્યોને ધર્મલાભ આપવા અર્થે સેવાકાર્ય કરવામા હંમેશા આગળ રહેતા ઉદ્યોગપતિ અજયભાઈ લોરીયાએ એક જાત્રાનું આયોજન કર્યું હતું. જેનો પીઠડાઈ રામામંડળ ગ્રૂપના 50 સભ્યોએ લાભ લીધો હતો.

આ જાત્રામાં રહેવા, જમવા સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા અજયભાઈ લોરીયા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં આ ગ્રૂપ જ્યા પણ રામામંડળ ભજવે ત્યાંના આજીવન દાતા તરીકે અજયભાઈ લોરીયા સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે અગાઉ અજયભાઈ લોરીયાએ અનેક રાજ્યોનો પ્રવાસ ખેડીને શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથો હાથ સહાય અર્પણ કરીને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne