મોરબીમાં મહિલાની સરેઆમ છેડતી કરી તમાચા માર્યા

ટ્રિપલ સવારી બાઈક ચાલકોની શરમજનક કરતૂત

મોરબી : શહેરના માધાપર સ્થિત શાક માર્કેટ પાસે એક પરિણીતાને આંતરીને લાલ કલરના બાઇકમાં ટ્રિપલ સવારીમાં ઘસી આવેલા લફંગાઓએ બાવડું પકડી બાદમાં તમાચા માર્યા હતા. આ બનાવની પરિણીતાએ મોરબી એ.ડીવીમાં ફરિયાદ કરતા અધૂરા બાઇકના નંબરને આધારે પોલીસે અજાણ્યા બાઈક સવારો સામે ફરિયાદ નોંધી ત્રણેયને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતી 28 વરસની ઉંમરની એક પરિણીતાએ મોરબી એ.ડીવીમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ માધાપર વિસ્તારની શાક માર્કેટમાં બપોરે બાર વાગ્યા આસપાસ શાક બકાલુ લેવા માટે ગયા હતા ત્યારે લાલ કલરના એક બાઈક પર ત્રણ સવારીમાં ઘસી આવેલા અજાણ્યા શખ્સોએ પરિણીતાની છેડતી કરી બાદમાં તેનું બાવડું પકડી લીધું હતું. ત્યાર બાદ ત્રણ પૈકીના એકે મહિલાને સરેઆમ તમાચા ઝીંકી દેતા લોકો એકઠા થઇ ગયા હતા. આથી 6505 નંબરના મોટરસાયકલમાં ત્રણેય શખ્સો નાસી ગયા હતા. આ મુજબની પરિણીતાની ફરિયાદના આધારે એ.ડીવી.પો.સ્ટેના સ્ટાફે જાતીય સતામણીની ફરિયાદ નોંધી અધૂરા બાઈક નંબરને આધારે ત્રણેય શખ્સોની શોધખોળ આદરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne