વાંકાનેર પીજીવીસીએલ તંત્ર વાયુ વાવાઝોડાને લઈ એક્શન મોડમાં

વાંકાનેરમાં વાયુ વાવાઝોડાની આશંકા હોય તકેદારીના ભાગરૂપે પીજીવીસીએલ ના એકઝીકયુટીવ એન્જીનીયર ઝાલાવાડીયાની આગેવાનીમાં નોડલ ઓફિસર જી.કે. સરવૈયા સાથે ત્રણ ડિવિઝન અને ત્રણ સબ ડિવિઝન ની ટીમ વાહનો સાથે એક્શન મોડમાં તૈયારીનો આરંભ કર્યો છે. તેમજ પરિસ્થિતિને આધારે વધુ વાહનો તેમજ સ્ટાફ ને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. વાવાઝોડા બાદ વીજપુરવઠો તાત્કાલિક ચાલુ કરવા માટે પાંચ લેબરની ટીમો પણ તૈયાર રાખવામાં આવેલ છે.

વાંકાનેરમાં સેવાસદન, હોસ્પિટલો, કંટ્રોલરૂમ તેમજ અસરગ્રસ્ત કેમ્પમાં વીજપુરવઠો ચાલુ રહે તે માટેના અગ્રીમ પ્રયાસો હાથ ધરવામાં આવશે. જો આપણી આસપાસ કોઈ ઈમરજન્સી હોય તો પીજીવીસીએલના કંટ્રોલરૂમ વાંકાનેર સીટી ૦૨૮૨૮૨૨૦૩૭૦, રૂલર એક ૦૨૮૨૮૨૨૦૫૭૪, રૂલર બે ૦૨૮૨૮૨૨૨૪૭૩, નોડલ ઓફિસર ૯૦૯૯૯૫૮૨૮૦ માં સંપર્ક કરવો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne